કચ્છમાં ૨૨ પૈકી ૨૧ રિપોર્ટ નેગેટિવ : મુદ્રાના દર્દીનો સેમ્પલ ફરી લેવાયું : આજે ૮૫ સેમ્પલનું ટેસ્ટીંગ

બહારથી આવનારા લોકોના સેમ્પલ લેવાનું રાપરથી શરૂ કરાયું છે. ગઈકાલે જે ૮૫ સેમ્પલ લેવાયા તે અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે આપેલી માહિતિ મુજબ રાપરના ૭૭, અબડાસાના ૩, ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ શંકાસ્પદ દર્દીઓના ૪ તેમ જ એક સેમ્પલ મુન્દ્રાના પોઝિટિવ દર્દીનું ફરી લેવાયું છે. આ સેમ્પલોની અકિલા આજે લેબમાં ચકાસણી કરાશે. ગઈકાલે ૨૨ પૈકી ૨૧ સેમ્પલોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, એક સેમ્પલનો રિપોર્ટ કિલયર ન હોઈ એ સેમ્પલ મુન્દ્રાના પોઝિટિવ દર્દીનું હોઈ તેનું સેમ્પલ ફરી લેવાયું છે.