કચ્છમાં આજથી APL-1 કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણનો પ્રારંભ

સમગ્ર રાજયમાં ૬૧ લાખાથી વાધુ મધ્યમવર્ગીય એપીએલ-૧ પરિવારોને સતત બીજા મહિને આજાથી વિનામૂલ્યે અન્ન વિતરણ થઇ રહયું છે. રાજયના એપીએલ-૧ રેશનકાર્ડ ધારકો પોતાના આાધાર બેઈઝડ બાયોમેટ્રીક ઓાથેન્ટિકેશન વડે પોર્ટબીલીટી દ્વારા રાજયની કોઇપણ સસ્તા અનાજની દુકાનેાથી અન્ન મેળવી શકશે.તા.૭મે થી ૧૨મી મે સુાધી રેશનકાર્ડના પાછલા આંકડાની સંખ્યા મુજબ અન્ન વિતરણના દિવસો નિાધારિત રહેશે. એપીએલ-૧ કાર્ડાધારકોને છેલ્લા ડીઝીટ ૧-૨ ને તા.૭/૫ના, ૩-૪ ને ૮/૫ના, ૫-૬ ને ૯/૫, અને ૭-૮ ને તા.૧૦/૫ અને ૯-૦ ને તા.૧૧/૫ના રોજ વિનામૂલ્યે અન્ન વિતરણ કરવામાં આવશે. અનિવાર્ય સંજોગોમાં જો કોઇ રહી ગયું હોય તો તેઓને તા.૧૨મી મેના રોજ અન્ન મેળવી શકશે. તમામ વ્યાજબીભાવના દુકાનદારો અને લાભાર્થીઓએ સામાજિક અંતર જાળવીને તેમજ મોંઢા ઉપર માસ્ક બાંધીને લોકડાઉનમાં પોતાની નૈતિક ફરજ બજાવતાં અન્ન મેળવ્યું હતું. સોશીયલ ડીસ્ટન્સીંગ જળવાય અને ખોટી ભીડભાડ કે અરાજકતા ન ફેલાય તેનું ખાસ ધ્યાન રાખવા જણાવ્યું હતું. ભુજના કૈલાશનગર, ગાયત્રીમંદિર, ભાનુશાળી નગર, પાટવાડીનાકા તેમજ વિવિાધ સૃથળોએ લાભાર્થીઓને વિનામૂલ્યે અન્ન મેળવ્યું હતું.