ભુજની હોટેલ આભાના બાકી ટેકસનો ચેક રિટર્ન થતાં હોટેલ સીલ

ભુજમાં એસટી બસ સ્ટેશન પાસે આવેલી આભા હોટેલને બાકી વેરા સંદર્ભે પાલિકાએ સીલ કરી છે. ગત ૧૨/૩ ના ભુજ પાલિકાએ બાકી ૭.૪૫ લાખના ટેકસ વસૂલવા માટે હોટેલ સીલ કરવાની કામગીરી કરી ત્યારે હોટેલ મલિક નિખિલ પ્રાણલાલ શાહે વિનંતી કરી ૩.૮૫ લાખ નો ચેક આપી રૂપિયા ચૂકવી આપવાની ખાતરી આપી હતી.પણ, ચેક રિટર્ન થતાં વકીલ મારફત નોટિસ આપ્યા બાદ પણ હોટેલ માલિકે ટેકસ ન ભરતાંઙ્ગ હવે ભુજ પાલિકાએ હોટેલને સીલ કરી દીધી છે.