ભુજ કચ્છ લખપત ક્રીક પાસે શંકાસ્પદ બોટે સુરક્ષા એજન્સીઓને દોડતી કરી નાખી

કચ્છની સામેપાર દુશ્મન દેશ પાકિસ્તાનની વધી રહેલી ચહલ-પહલ વચ્ચે ગુરુવારે સાંજે લખપત ક્રિક પાસે શંકાસ્પદ બોટ દેખાતાં, સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ ગઇ હતી. જિલ્લાના સરહદી વિસ્તારોમાં સમુદ્રી માર્ગે પાકિસ્તાનની નાપાક હરકતો દિવસા-દિવસે વધી રહી છે. ગુરુવારે સાંજે લખપત વાળી ક્રિકમાં શંકાસ્પદ બોટ દેખાતાં, દોડધામ મચી ગઇ હતી અનેઆખા ક્રિક વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. અટપટ્ટી ક્રિકના ભુલામણા નાલામાં ભરતી, ઓટનો સામનો કરી તપાસ હાથ ધરાઇ હતી પરંતુ પેટ્રોલિંગ બોટને સફળતા મળી ન હતી.તેની સામે જ પાકિસ્તાન જળસીમાઆવે છે ગુરુવારના સાંજે અને શુક્રવારના સાંજે પણ ડ્રોન મારફતે શોધખોળ હાથ ધરાઇ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ 1175 પિલર બાદ છેલ્લો નાલો લખપત વાળી ક્રિક છે અને તેની સામે જ પાકિસ્તાન જળસીમાઆવે છે અને ત્યાંની ચહલ-પહલ સ્પષ્ટ જોઇ શકાય તેમ છે. ગુરુવારના સાંજે ઘુસણખોરીના ઇરાદે બોટ ભારતની જળસીમા નજીકઆવી હોય અને ત્યાં બી.એસ.એફ.ની હાજરી જોતાં પરત નીકળી ગઇ હોય એવું બની શકે છે. એક બોટ પાકિસ્તાનની જળસીમાના છેવાડે નજરેઆવી હતી બી.એસ.એફ. જવાનોની નજર પડતાં તેને શોધવા સર્ચ કરાયું હતું પણ કાંઇ મળ્યું ન હતું. એક વાત એ પણ સામેઆવી રહી છે કે, એક બોટ પાકિસ્તાનની જળસીમાના છેવાડે નજરેઆવી હતી પણ અન્ય પાકિસ્તાની બોટો ભારતની જળસીમામાં ઘુસી નથી ને તે અંગે શોધખોળઆદરવામાંઆવી હતી બીજી વાત એ પણ છે કે, ગુરુવારના સાંજે શંકાસ્પદબોટને બી.એસ.એફ. સિવાય અન્ય એજન્સીએ ટ્રેસ કરીને બી.એસ.એફ.ને જાણ કરી હોય પરંતુ એ વાત નોંધવી રહી કે, કચ્છ સરહદે તમામ સુરક્ષા એજન્સીઓ ટેકનોલોજીની મદદ લેતી હોય છે અને ડ્રોન પણ ચક્કર મારતા હોય છે. પાકિસ્તાન વિશ્વાસપાત્ર ન હોઇ હાલે સુરક્ષા એજન્સીઓએ જાપ્તો વધારી દીધો છે.