Skip to content
રાપર તાલુકાના જાટાવાડા ગામના વાડી વિસ્તારમાં નદીના પટમાંથી રેતી કાઢવા મુદ્દે ખેલાયેલા સશસ્ત્ર ધીંગાણામાં 16 વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો છે જેમાં 8 વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે. આ બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા સાતને ભુજ સારવાર માટે ખસેડાયા હતા. જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવી છે. સોડાભાઇ રત્નાભાઇ રબારીએ પોતાના ખેતર પાસેની નદીમાંથી રેતી કાઢવાની ના પાડતાં પ્રવીણ અમરા રજપુત, હરેશ અમરા રજપુત, સુરા માદેવા રજપુત, બાબુ માદેવા રજપુત, રમેશ નારાણ રજપુત, સુરેશ નારાણ રજપુત, મોહન રાયમલ રજપુત અને મોમાયાભાઇ રજપુતે ધારિયા અને લાકડી વડે મારી નાખવાના ઇરાદે હુમલો કરી તેમના સહીત છ ને માર મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવી છે. પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.તો સામે પક્ષે હરેશભાઇ અમરાભાઇ મકવાણાએ પણ ફરિયાદ નોંધાવી છે કે નદીમાંથી રેતી કાઢવા મુદ્દે બોલાચાલી બાદ સાડાભાઇ રત્નાભાઇ રબારી, અમરા પચાણ રબારી, અમરા રત્નારબારી, દેવા રત્ના રબારી, કરશન મૈયાભાઇ રબારી, અજુભાઇ હરભમભાઇ રબારી, દેવા મગા રબારી અને ખેતા મેઘરાજ રબારીએ પાઇપ અને લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. પોલીસે બન્ને પક્ષની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે