રાજ્યમાં આજે નોંધાયા 394 નવા કેસ, 219 લોકો ડીસ્ચાર્જ, 23 દર્દીના મોત નીપજ્યા : કુલ કેસ 7796

image_1589033522

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 394 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસ 7796 થઈ ચુક્યા છે. આજે રાજ્યભરમાંથી 219 લોકો સારવાર બાદ ડીસ્ચાર્જ થયા છે. જ્યારે 23 દર્દીના મોત નીપજ્યા છે. કોરોના વાયરસના દર્દીઓ અંગે અપડેટ આપતાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે રાજ્યમાં રિકવરી રેટ વધ્યો છે અને દર્દીના મૃત્યુદરમાં પણ ઘટાડો થયો છે. આજે જે 23 દર્દીના મોત નીપજ્યા છે તેમાંથી 8 દર્દીના મોતનું કારણ કોરોના વાયરસ છે જ્યારે 15 દર્દી એવા હતા જેમને કોરોના સાથે અન્ય બીમારી પણ હતી. તેમાં 20 દર્દી અમદાવાદના, 1 દર્દી બનાસકાંઠા, 1 દર્દી જામનગર, 1 દર્દી પંચમહાલમાંથી છે. રાજ્યના અત્યાર સુધીના નોંધાયેલા દર્દીમાંથી 2091 દર્દી ડીસ્ચાર્જ થયા છે. જ્યારે મૃત્યુ 472 લોકોનું થયું છે. હાલ જે એક્ટિવ દર્દી છે તેમાંથી 5210 દર્દી સ્ટેબલ છે અને 24 દર્દી વેન્ટીલેટર પર છે. આજે અમદાવાદમાંથી સૌથી વધુ 106 દર્દી સારવાર બાદ સ્વસ્થ થઈ ડીસ્ચાર્જ થયા છે. આ સિવાય વડોદરામાંથી 52, સુરતના 46, અરવલ્લીના 2, ભાવનગરના 4, બોટાદના 2, ખેડાના 1, મહીસાગર 1, નવસારી 2, અને પંચમહાલમાંથી 3 દર્દી ડીસ્ચાર્જ થયા છે.