ભુજમાં માસ્ક વિના જોવા મળતા અનેક લોકો, સોશ્યિલ ડિસ્ટન્સનો પણ અભાવ

લોકડાઉન-૩માં સરકાર દ્રારા કેટલીક શરતી આંશિક છુટછાટ આપવામાં આવી છે. જેમાં, ફરજીયાત માસ્ક પહેરવો, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો, સોશ્યિલ ડિસ્ટન્સીંગનો પાલન કરવુ સહિતના કડક નિયમો હોવા છતા લોકો દ્વારા ગંભીરતા દાખવાતી નાથી. ભુજ સહિતના શહેરોમાં કેટલાય લોકો માસ્ક વિના જોવા મળતા હોય છે. શાકભાજીના ફેરિયાઓાથી માંડીને વેપારીઓ પણ સેનીટાઈઝરનો ઉપયોગ કરતા નાથી.લોકડાઉનના પગલે જિલ્લામાં કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાની ચોક્કસ અને પુરતી અમલવારી થતી નાથી. પોલીસ દ્વારા માત્ર વાહનોને ડીટેઈન કરીને સંતોષ માનવામાં આવે છે. ભુજની બજારમાં અનેક ગ્રાહકો માસ્ક વિના નજરે પડતા હોય છે. બજારમાં કામ કરતા કેટલાક લોકો પણ માસ્ક પહેરતા નાથી. પોલીસનું વાહન નજરે પડે એટલે થોડી વાર માટે લોકો આમ તેમ થઈ જાય છે. લોકડાઉન-૩માં છુટછાટ આપવામાં આવી છે પરંતુ લોકો દ્વારા તેનો દુરૃપયોગ કરાતો હોય તેમ નિયમોનો પાલન કરાતુ નાથી. જો પોલીસ દ્વારા કડક હાથે કામ લેવામાં આવે તો કેટલાય લોકો નિયમોનો ભંગ તોડતા પકડાય તેમ છે. એક જ જગ્યાએ લોકોના ટોળા પણ જોવા મળતા હોય છે. રીક્ષામાં પણ ત્રણાથી વધુ વ્યકિતઓ સવાર થયેલા જોવા મળે છે. શાકભાજીના અમુક ધંધાર્થીઓ માસ્કનો ઉપયોગ કરતા નાથી અને સેનીટાઈઝર પણ વાપરતા નાથી. પરિણામે, આવા લોકોની બેદરકારી અન્ય લોકો માટે જોખમી સાબિત થશે.