મુંબઈાથી ભુજ આવેલી તબીબ યુવતી જુહીએ હોમ કવોરન્ટાઈનનો ભંગ કરીને બીજા લોકોની મુશ્કેલીમાં વાધારો કરી દીધો છે. કોરોનાનો કહેર હજુ જારી છે તેવામાં હોમ કોરોન્ટાઈનનો ભંગ કરનારા લોકો કોરોના વધુ વકરાવશે ત્યારે નિયમોનો ભંગ કરતા લોકો સામે કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ. કચ્છમાં મોટી સંખ્યામાં મુંબઈગરાઓ ઘુસી આવ્યા છે તેમજ અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો આવી રહ્યા છે ત્યારે કોરોન્ટાઈન થયેલા ઉપર સિકયોરીટી મુકો આૃથવા તો સોસાયટીના કેમેરાઓ ચેક કરાવવા જોઈએ.કચ્છમાં પણ એકલ દોકલ પોઝીટીવ કેસો નોંધાયા છે તો બીજી તરફ વાગડ સહિત અન્ય જિલ્લાઓમાંથી પણ કચ્છમાં મોટી સંખ્યામાં લોકો પરમીશન મેળવીને આવી ચુકયા છે. આ લોકોને આરોગ્ય તંત્ર દ્વારા હોમ કોરોન્ટાઈન કરવામાં આવી રહ્યા છે પરંતુ જેમને પણ હોમ કોરોન્ટાઈન કરાયા છે તેવા લોકો જ નિયમોનો ભંગ કરીને બીજા લોકો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે. મુંબઈાથી ભુજ આવેલી યુવતી તબીબ હોવા છતા પણ હોમ કોરોન્ટાઈનમાં રહેવાને બદલે શહેરમાં ફરતા શહેર આખાને ચિંતામાં મુકી દીધો છે. ત્યારે, આ બાબતને ગંભીરતાથી લઈને હોમ કોરોન્ટાઈન ભંગ કરનારાઓ સામે કડક હાથે કાર્યવાહી થવી જોઈએ. કેમ કે, હોમ કોરોન્ટાઈન થયેલા લોકો શેરી કે સોસાયટીમાં ખુલ્લેઆમ કલાકો બેસીને ગપગોળા કરતા હોય છે.સૃથાનિક લોકોમાં પણ બહારાથી આવતા લોકોની જેમ હોમ કવોરન્ટાઈન પધૃધતિાથી ચિંતામાં વાધારો થયો છે. દરમિયાન, છેલ્લા કેટલાક દિવસોથી મોટી સંખ્યામાં લોકોને હોમ કોરોન્ટાઈન કરવામાં આવી રહ્યા છે ત્યારે કેટલાક લોકો સોસાયટી, એપાર્ટમેન્ટ કે શેરીઓમાં છુટાથી હેરફેર કરતા હોવાની પણ ચર્ચા છે. હોમ કોરોન્ટાઈનમાં રહેલા લોકોનું કડક નિરીક્ષણ થવુ જોઈએ. પરંતુ ખાસ કોઈ તપાસ ન થતા હોમ કોરોન્ટાઈન થયેલા લોકો છુટાથી હરતા ફરતા થયા છે. બહાર ગામાથી આવનારાઓ મારફત શહેર કે અન્ય ગ્રામ્ય વિસ્તારના લોકોને ચેપ ન લાગે તે જોવુ અત્યંત જરૃરી છે. એટલે બહાર ગામાથી આવનારાઓ ઉપર ખાસ ધ્યાન કેન્દ્રીત કરાવુ જોઈએ.