ભુજમાં ગાંજા પ્રકરણમાં મહિલા પી.એસ.આઇ અને કર્મચારી સસ્પેન્ડ

આ અંગે મળતી વિગતો મુજબ મહિલા પોલીસ મથકના પી.એસ.આઇ અર્ચના રાવલ અને ડ્રાઇવર હરી ગઢવી કચ્છ યુનિવર્સિટી પાસે પેટ્રોલીંગ વખતે ત્રણ યુવકોને પકડીને તેમને ગાના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી પોલીસ કેસ ના બીકથી યુવાને પંદર હજાર રોકડા અને 15000 નું ઓનલાઈન પેમેન્ટ ડ્રાઇવર હરી ગઢવી ને મોકલી આપ્યું હતું ત્યારબાદ આ મામલામાં ફરિયાદ થઇ હતી તે પછી ડીવાયએસપી જે એન પાંચાલ એ તપાસ શરૂ કરી હતી અર્ચના રાવલ નું નામ બહાર આવ્યું હતું ત્યારબાદ તેઓ રજા ઉપર ઉતરી ગયા હતા અને પછી તો હાજર થયા હતા દરમિયાન પોલીસ અધિક્ષકે મહિલા પીએસઆઇ અને પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દીધા હતા હાલ આ બંને કર્મચારીઓને બદલી ડાંગ જિલ્લામાં કરી હોવાની જાણવા મળી રહ્યું છે તેનું હેડક્વાર્ટર પણ તે જ રહેશે તેવું સૂત્રોએ કહ્યું હતું.