સામખિયાળી નજીક કાર અડફેટે 17 ઘેટાઓ ના મોત

image_1589169851

મળતી વિગતો મુજબ ભચાઉ તાલુકાના ઘરાણા ગામના દેવાભાઈ ધનાભાઈ રબારી ઘેટા લઇને તેના ગામ તરફ આવી રહ્યા હતા ત્યારે સામખિયાળી નજીક સંભુ મંગલમ ગ્લાસ પાસે પૂરપાટ આવી રહેલી એમ.એચ ૫ બીએલ 3056 ના કાર ચાલકે બેદરકારીથી કાર ચલાવીને ઘેટાઓ ને હડફેટે લેતા 17 ઘેટાઓ ના ઘટનાસ્થળ પર મોત થયા હતા અને પાંચ ઘેટાઓ ને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે લઈ જવાયા હતા સૂત્રોનું માનીએ તો સમજૂતી થઈ જતા પોલીસ ચોપડે કોઈ નોંધ થઈ નથી.