Skip to content
પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શનિવારે બપોરે ખેતરેથી પોતાની સ્કોર્પિયોમાં ઘરે પરત ફરી રહેલા 38 વર્ષીય આખા જેસંગ ઉમટ 30 વર્ષીય અમરા જેસંગ ઉમટ 18 વર્ષીય લાલા આખા ઉમટ 37 વર્ષીય પેથા ભવન રાઠોડ 37 વર્ષીય વેલા પાચા ઉમટ ને આરોપીઓ લખા હીરા કોલી, કાનજી બીજલ કોલી, લખમણ બીજલ કોલી, ધમા ગેલા કોલી, દેવેન્દ્રસિંહ ઉર્ફે લાલુભા વાઘેલા, વિશન હીરા કોલી, ભરત મમુ કોલી, દિલીપ મમુ કોલી, રામશી હીરા કોલી, પ્રવિણ હીરા કોલી, ભગુભા હાસુભા વાઘેલા, મોહનસિંહ ઉમેદસંગ વાઘેલા, સિધ્ધરાજસિંહ ભગુભા વાઘેલા, પ્રભુ ગેલા કોલી, ખેતા પરબત કોલી, વનરાજ કરશન કોલી, દિનેશ કરશન કોલી, લખા હીરા કોલીની પત્ની, કાનજી બીજલ કોલીની પત્ની, લખમણ બીજલ કોલીની પત્ની, ધમાં ગેલા કોલીની પત્ની અને વિશન હીરા કોલીની પત્ની. તે દેશી તમંચા સહિતના ઘાતક હથિયારો વડે હુમલો કરીને પાંચેય યુવાનોને હત્યા કરી નાખી હતી આ અંગે મૃતક પેથા ભાઈ ના ભાઈ રમેશભાઈ ભવનભાઈ રાઠોડે 22 સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી જે પૈકી પોલીસે દેવેન્દ્રસિંહ ઉર્ફે લાલભા વાઘેલા સિધ્ધરાજસિંહ ભગુભા વાઘેલા સહિત ચારની ધરપકડ કરી લીધી હોવા નું જાણવા મળી રહ્યું છે આ મામલામાં અને નાસતા ફરતા આરોપીને પકડવા પોલીસે કવાયત શરૂ કરી છે