હાલમાં કોરોના વાયરસના કહેર વચ્ચે સમગ્ર દેશમાંથી લોકોને એક સૃથળેાથી અન્ય સૃથળે જવા માટે પરપ્રાંતિય લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. રાપર તાલુકામાં લોકડાઉન દરમિયાન હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસૃથાન, બિહાર, ઉતર પ્રદેશ, છતીસગઢ સહિતના અંદાજે ૫૬૦ જેટલા લોકો ફસાયા છે. તેઓ રાપર તાલુકામાં ખેત મજુરી કરવા આવ્યા હતા. હાલમાં તેઓ પરમીશન લેવા માટે રાપર મામલતદાર કચેરીએ આવે છે તો તેમને દાદ આપવામાં આવતી નાથી. આજે પણ પચ્ચાસ જેટલા મજુરો પરમીશન લેવા માટે પહોંચ્યા હતા પરંતુ મામલતદાર કચેરીના સ્ટાફે હડધુત કર્યા હતા.મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવતુ ન હોવાથી તેઓ પરમીશન માટેના ફોર્મ ભરી શકયા ન હતા. જેાથી, તેઓ આમ તેમ ભટકી રહ્યા છે. રાપર તાલુકામાં રેડ ઝોનમાંથી કેટલા આવ્યા, અન્ય કયા રાજય, કયાંથી લોકો કેટલા આવ્યા જેની પણ મામલતદાર કચેરીમાં કોઈ નોંધ નાથી. રાપર મામલતદાર કચેરી દ્વારા કોરોના વાયરસને આમંત્રણ આપવામાં મહત્વ આપે તો નવાઈ નહિં. રાપર વહીવટી તંત્રના પાપે રાપર તાલુકામાં મુંબઈ, મહારાષ્ટ્ર, પુના, વડોદરા, સુરત, બનાસકાંઠા, અમદાવાદ સહિતના વિસ્તારમાંથી અનેક લોકો આવ્યા છે. જેમાં અમુક તો રેડ ઝોનમાંથી આવી ગયા છે તેમાં સરકારી કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. આવા સરકારી કર્મચારીઓને હોમ કોરોન્ટાઈન પણ કરવામાં આવ્યા નાથી. હાલમાં રાપર મામલતદાર કચેરીમાં ખાસ કોઈ કામગીરી કરવામાં આવતી નાથી. ઉલ્લેખનિય છે કે, રાપર મામલતદાર કચેરીના લાપરવાહીના કારણે રાપર તાલુકામાં વતન જવા માટે ૫૬૦થી વધુ લોકો ફસાયા છે