ટીબીની સારવાર માટે ગયેલા બિદડાના આધેડને અમદાવાદમાં કોરોના થયો!

કચ્છમાં હાલે સારવાર હેઠળ બે પોઝીટીવ દર્દીઓ છે . જો કે વધુ બે કચ્છના સાથે નાતો ધરાવતા વ્યક્તિઓ કોરોનાગ્રસ્ત બન્યા છે. પરંતુ સદનસીબે તેઓ હાલે કચ્છમાં ન હોવાથી રાહતની બાબત છે. બિદડાના આાધેડ માર્ચમાં ટીબીની સારવાર કરવા અમદાવાદ ગયા હતા જ્યાં તેમને કોરોનાનો ચેપ લાગ્યો છે.તો સાણંદના ગોધાવીમાં રહેતા મુળ ટપ્પરના ક્ષત્રિય મહિલા પણ ચેપગ્રસ્ત બન્યા છે. મળતી માહિતી મુજબ માંડવી તાલુકાના બિદડાના ૫૦ વર્ષીય આાધેડ ટીબીથી પીડાતા હોવાથી તા. ૧૮ માર્ચના તેમને અમદાવાદ ટીબી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેનો રીપોર્ટ આજે પોઝીટીવ આવતા તેમને હોસ્પિટલમાંથી ચેપ લાગ્યો હોવાની શક્યતા છે. જો કે, તે દર્દી અમદાવાદમાં જ હોવાથી કચ્છ માટે વધુ ભય નાથી. પરંતુ તેને મળવા કચ્છાથી કોઈ સ્વજનોએ અવરજવર કરી છે કે કેમ તેની તપાસ તંત્ર કરી રહ્ય ું છે. તો બીજીતરફ વર્ષોથી સાણંદના ગોધાવીમાં રહેતા ૪૬ વર્ષીય ક્ષત્રિય મહિલાને કોરોના થયો છે. જેઓ મુંદરાના ટપ્પર ગામના રહેવાસી છે.તેાથી કચ્છમાં સીધા કોઈ આ બંને દર્દીઓના સંપર્કમાં આવ્યા ન હોવાથી ભયસૃથાન નાથી. વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાયરસ કોવીડ-૧૯ના પગલે કચ્છ જિલ્લામાં જિલ્લા તંત્ર દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવી રહયું છે. જેમાં નવા ૮૨૧૯ વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. તાથા નવા ૧૪૫ જેટલા વ્યકિતઓને હોમ કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. તો નવા ૩૦ લોકોના સેમ્પલ ટેસ્ટ માટે લેવાયા હતા.