મુંબઈાથી આવેલા બુઢારમોરાના ૩૦ વર્ષિય યુવાનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગામને કોવીડ-૧૯ કન્ટેઈન્ટમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યુ છે એટલે ગામમાં તા.૧૧/૫થી તા.૨૪/૫ સુાધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.બુઢારમોરા ગામે કોરોનાનો પોઝીટીવ કેસ આવ્યો હોવાથી આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારી પગલારૃપે લોકોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપરની વ્યકિત સિવાયની તમામ પ્રકારની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ.જીવન જરૃરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ ગામની નજીકમાં આવેલ ગામના લોકોએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. બુઢારમોરા ગામ ભુજાથી ભચાઉ હાઈવે ઉપર આવેલ ગામ છે. જેાથી ભુજાથી ભચાઉ તરફ જતા આવતા વાહનો માટે હાઈવે ખુલ્લો રહેશે પરંતુ તે વાહનો બુઢારમોરા ગામમાં જઇ શકશે નહીં કે બુઢારમોરા ગામે હાઈવે ઉપર રોકાઇ શકશે નહીં. આ જાહેરનામું તા.૧૧/૫/૨૦૨૦ થી ૨૪/૫/૨૦૨૦ સુાધી અમલમાં રહેશે. આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કરનાર વ્યકિત વિરુધૃધ પગલા લેવા માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તાથા ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ ની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે એમ કલેકટરએ ફરમાવ્યું છે.