અંજાર પ્રાંત કચેરીએ રાત્રે શ્રમિકોએ આક્રોશ વ્યક્ત કર્યો, તંત્ર મામલો થાડે પડ્યો

image_1589259411

બે દિવસમાં ઉપરાઉપરી બે ટ્રેન કેન્સલ કરવામાં આવી છે ગાંધીધામથી ઉત્તર પ્રદેશ જનારી ટ્રેન કેન્સલ થયા બાદ અંજારથી ઉત્તર પ્રદેશ જનારી ટ્રેન કેન્સલ થતાં શ્રમિકોની ધીરજ ખૂટી હતી જેના પગલે ગત રાત્રીના મોટી સંખ્યામાં શ્રમજીવીઓ રસ્તા ઉપર આવી ગયા હતા અને અંજાર પ્રાંત કચેરી ખાતે તમામ શ્રમિકો એકત્રિત થયા હતા પ્રશાસન અને પોલીસે શ્રમિકો ને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મોડીરાત સુધી મામલો થાળે પડ્યો હતો સમજાવટના અંતે મામલો થાળે પડ્યો હતો પોલીસ અને પ્રશાસને શ્રમજીવીઓને ખાતરી આપી હતી કે આગામી સમયમાં વ્યવસ્થા કરીને વતન મોકલવામાં આવશે કેમ કહ્યું હતું જેના કારણે સમગ્ર મામલો થાળે પડ્યો હતો પરંતુ અહીં બે દિવસમાં બે ટ્રેન કેન્સલ થતાં આક્રોશ જોવા મળી રહ્યો છે વહીવટીતંત્ર અને ખાસ કરીને પોલીસ શ્રમજીવી અને સમજાવી રહી છે ગાંધીધામ બાદ અંજારમાં પણ આવી જ સ્થિતિ સર્જાઇ હતી જેમાં સમગ્ર મામલો પોલીસે થાળે પાડ્યો હતો.