પશ્ચિમ રેલવે દ્વારા સાત જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા

train-1-3

copy image

copy image

મુસાફરોની વધતી માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળમાંથી સંચાલિત થતી સાત જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેનો વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે:

  1. ટ્રેન નં. 09037/09038 બાંદ્રા ટર્મિનસ–ભુજ દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ

ટ્રેન નં. 09037 બાંદ્રા ટર્મિનસ–ભુજ સ્પેશિયલના ફેરા 08 ઓગસ્ટથી 29 ઓગસ્ટ, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે. તેવી જ રીતે ટ્રેન નં. 09038 ભુજ–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલના ફેરા 09 ઓગસ્ટથી 30 ઓગસ્ટ, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે.

  1. ટ્રેન નં. 09009/09010 બાંદ્રા ટર્મિનસ–ભુજ સાપ્તાહિક સ્પેશિયલ

ટ્રેન નં. 09009 બાંદ્રા ટર્મિનસ–ભુજ સ્પેશિયલના ફેરા 09 ઓગસ્ટથી 30 ઓગસ્ટ, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે. તેવી જ રીતે ટ્રેન નં. 09010 ભુજ–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલના ફેરા 10 ઓગસ્ટથી 31 ઓગસ્ટ, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે.

  1. ટ્રેન નં. 09011/09012 બાંદ્રા ટર્મિનસ–ભુજ સાપ્તાહિક સ્પેશિયલ

ટ્રેન નં. 09011 બાંદ્રા ટર્મિનસ–ભુજ સ્પેશિયલના ફેરા 11 ઓગસ્ટથી 25 ઓગસ્ટ, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે. તેવી જ રીતે ટ્રેન નં. 09012 ભુજ–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલના ફેરા 12 ઓગસ્ટથી 26 ઓગસ્ટ, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે.

  1. ટ્રેન નં. 09087/09088 મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ

ટ્રેન નં. 09087 મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ સ્પેશિયલના ફેરા 26 ઓગસ્ટ, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે. તેવી જ રીતે ટ્રેન નં. 09088 અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલના ફેરા 27 ઓગસ્ટ, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે.

  1. ટ્રેન નં. 09424/09423 અમદાવાદ–મંગલુરુ સાપ્તાહિક સ્પેશિયલ

ટ્રેન નં. 09424 અમદાવાદ–મંગલુરુ સ્પેશિયલના ફેરા 28 ઓગસ્ટ, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે. તેવી જ રીતે ટ્રેન નં. 09423 મંગલુરુ–અમદાવાદ સ્પેશિયલના ફેરા 29 ઓગસ્ટ, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે.

  1. ટ્રેન નં. 09451/09452 ગાંધીધામ–ભાગલપુર સાપ્તાહિક સ્પેશિયલ

ટ્રેન નં. 09451 ગાંધીધામ–ભાગલપુર સ્પેશિયલના ફેરા 28 ઓગસ્ટ, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે. તેવી જ રીતે ટ્રેન નં. 09452 ભાગલપુર–ગાંધીધામ સ્પેશિયલના ફેરા 31 ઓગસ્ટ, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે.

  1. ટ્રેન નં. 09447/09448 અમદાવાદ–પટના સાપ્તાહિક સ્પેશિયલ

ટ્રેન નં. 09447 અમદાવાદ–પટના સ્પેશિયલના ફેરા 05 ઓગસ્ટ, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે. તેવી જ રીતે ટ્રેન નં. 09448 પટના–અમદાવાદ સ્પેશિયલના ફેરા 07 ઓગસ્ટ, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે.

ટ્રેન નં. 09037/09038, 09009/09010, 09011/09012, 09087/09088, 09424, 09451 અને 09447 ના વિસ્તૃત ફેરાઓ માટેની બુકિંગ તા. 29.07.2026 થી તમામ પીઆરએસ (PRS) કાઉન્ટરો તેમજ આઈઆરસીટીસી (IRCTC) વેબસાઇટ પર શરૂ કરવામાં આવશે. ટ્રેનોના સમયપત્રક, સ્ટોપેજ અને રેકની સંરચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે