અંજાર પોલીસે કહ્યું હતું કે શહેરના લક્ષ્મી ટોકીઝ પાસે આવેલી હોલસેલની દુકાનના તાળા તોડીને રૂપિયા ૯૦ હજારની કિંમતની તમાકુ ઉત્પાદન ની ચીજવસ્તુઓની ચોરી થઈ હતી અને 3000 ની રોકડ રકમ ગઈ હતી ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી દરમિયાન આ ચોરીના બનાવમાં અજય રમેશ કોલી સુરેશ તુલસી કોલી અને રાહુલ ભીખા કોલીને ઝડપી પાડયા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.