મુન્દ્રાનો કોરોના પોઝિટિવ ક્રુમેમ્બર સ્વસ્થ થઈ જતાં આજે તેને હોંશભેર રજા અપાઈ હતી. સઘન સારવાર બાદ તેનો સતત ત્રીજો રીપોર્ટ નેગેટીવ આવતા આજ રોજ તેને રજા આપવામાં આવી હતી. સરકારશ્રીની પ્રવર્તમાન માઈલ્ડ કેસને હોમ ક્વોરોન્ટાઈનમાં જ ટ્રીટમેન્ટ આપવાની પોલીસી અંતર્ગત આ પોઝીટીવ ક્રુમેમ્બરની તાલુકા આરોગ્ય તંત્ર મુન્દ્રા દ્વારા મુન્દ્રા મધ્યે જ હોટેલ બી ટેલમાં આઇસોલેશન રૂમમાં સારવાર આપવામાં આવી હતી. જ્યારે ગઈકાલે તા.૧૦/૫ ના રોજ લેવામાં આવેલ તમામ ૧૪ સેમ્પલના રિપોર્ટ આજે આવી ગયા છે. તમામ ૧૪ રિપોર્ટ નેગેટિવ આવેલ છે. જેમાં મહદઅંશે ભચાઉ તાલુકામાં તાજેતરમાં બહારગામથી આવેલા તથા કોવિડ ૧૯ જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ થયેલ શંકાસ્પદ દર્દીઓના પણ સેમ્પલ હતા.