રાજયમાં ઠંડા પીણા, આઇસક્રીમ સહિતના વેચાણને મળી મંજૂરી

રાજયમાં ગરમીમાં રાહત માટે લોકો આઈસ્ક્રીમ અને કોલ્ડ્રીંક્સ વધારે પસંદ કરતા હોય છે. પરતું સરકાર દ્વારા થોડાક દિવસો પહેલા તમામ ઠંડા પર્દાથો પર રોક લગાવી દેવામાં આવી હતી. જયારે આજ રોજ રાજ્યમાં આઈસ્ક્રીમ અને કોલ્ડ્રીંક્સનાં વેચાણને મંજૂરી આપવામાં આવી છે. અને આ મામલે ફૂડ સેફ્ટી કમિશનર ડો. એચ.જી. કોશીયા દ્વારા રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને પત્ર લખીને વેચાણ ન અટકાવવા માટે જણાવવામાં આવ્યું છે. 17 મે બાદ આઈસ્ક્રીમ અને કોલ્ડ્રીંક્સ વિતરકોને વેચાણ માટે મંજૂરી મળશે.

ઉલ્લેખનીય છે કે, હાલ આઈસ્ક્રીમ અને કોલ્ડ્રીંક્સ વેચવા પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. અને આ પ્રતિબંધિત વસ્તુના વેચાણ બદર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે હવે ફૂડ કમિશનરનાં પત્રનાં કારણે લોકડાઉન બાદ આઈસ્ક્રીમ અને કોલ્ડ્રીંક્સ પાર્લરની દુકાનો ફરીથી ખુલી શકશે અને તેનું વેચાણ થઈ શકશે. લોકડાઉન અને ઉનાળાની ગરમી વચ્ચે આઈસ્ક્રીમ અને ઠંડા પાણીનો સ્વાદ ફરીથી ચાખવા મળશે