લોકડાઉન–૪માં ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં શરતો સાથે તમામ છૂટછાટો અપાશે: રેડઝોનમાં કલાકોની મર્યાદામાં રાહતની સંભાવના: એક બે દિવસમાં રાજ્ય સરકાર ગાઇડલાઇન જાહેર કરશે: બેઠકોનો ધમધમાટવડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની ચર્ચાનો નિષ્કર્ષ એવો નિકળે છે કે કેન્દ્રએ લોકડાઉન લંબાવવું કે હટાવી લેવું તે જે તે રાજ્ય સરકારના નિર્ણય પર છોડું છે. એટલે કે ગુજરાતમાં લોકડાઉન હશે. સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં રેડ ઝોન સિવાયના બન્ને ઝોનમાં શરતો સાથેની છૂટછાટ આપવામાં આવશે આ છૂટછાટ ઘણીબધી હશે અને તેને કારણે અર્થતંત્રની ગાડી પાટા પર ધીરે ધીરે ચડશે તેવી આશા છે. આ છૂટછાટની સાથે જ જુદી જુદી પ્રવૃત્તિઓનો ધમધમાટ પણ જોવા મળશે ગઈકાલે મુખ્યમંત્રી રૂપાણીએ કેટલાક સુચનો રજૂ કર્યા હતાં. હવે ૧૭મીએ લોકડાઉન પુરૂ થાય તે પુર્વે શ્રેણીબધ્ધ બેઠકો યોજવામાં આવશે. સરકાર જુદા જુદા સંગઠનો સાથે પણ ચર્ચા કરશે. આ સુત્રોએ કહ્યું હતું કે, રાજ્યમાં ભય કે ડર સાથેનું લોકડાઉન ૧૭મી મે થી શ થઇ રહ્યું છે જે ૩૧મી મે સુધી ચાલશે.ગુજરાતના મુખ્ય શહેરો કે જ્યાં કોરોનાના કેસો વધારે છે અને પ્રતિદિન સંખ્યામાં વધારો થતો જાય છે તેવા શહેરોમાં લોકડાઉન ચાલુ રહેશે પરંતુ શહેરના વિસ્તાર પ્રમાણે કેટલાક નિયંત્રણો અને રાહતો રહેશે. રેડ ઝોન સિવાયના ઝોનમાં રાહતો મળી શકે છે. જ્યાં રાહતો આપવામાં આવશે ત્યાં શરતો એટલી બધી આકરી હશે કે કોઇ વ્યાપારી કે નાગરિક સરળતાથી પાલન કરી શકશે નહીં.ગુજરાતના મુખ્યમંત્રીએ વડાપ્રધાન સમક્ષ કહ્યું હતું કે ગુજરાતમાં ૧૫૬ શહેર, બે નિગમ ક્ષેત્ર અને લગભગ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય પ્રવર્તી રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને ગાંધીનગરમાં રેડ ઝોન ચાલુ છે. આ રેડ ઝોન સિવાલના વિસ્તારોમાં ઉધોગ, વ્યવસાય, કૃષિ અને સંલ પ્રવૃત્તિઓ ચાલુ છે. રેડ ઝોન શહેરોમાં પણ ગતિવિધિ સામાન્ય સ્થિતિમાં લાવવા રાય સરકાર વિવિધ પ્રયાસો કરી રહી છે. ૧૫મીથી અમદાવાદમાં ગ્રોસરી અને ફ્રત્પટ માટે ઓનલાઇન સ્ટોર શ કરવામાં આવશે પરંતુ ડિજીટલ પેમેન્ટનો આગ્રહ રાખવામાં આવ્યો છે. ડિલિવરી બોયને પણ કેટલીક શરતોનું પાલન કરવાનું રહેશે.મુખ્યમંત્રીએ કહ્યું છે કે કોરોના સંક્રમણ અંગે તમામ સ્થિતિ પર નજર રાખવામાં આવી છે અને સુપર સ્પ્રેડરોની ઓળખ કરવામાં આવી રહી છે. હાલમાં અમદાવાદ, સુરત અને વડોદર જેવા શહેરોમાં યાં કોરોના હોટસ્પોટ વિસ્તાર છે ત્યાં કેટલાક કલાક લોક ડાઉન હળવું કરવામાં આવી શકે છે. આ ઉપરાંત જે શહેરોમાં સ્થિતિ સામાન્ય છે અને જેઓ ઓરેન્જ અને ગ્રીન ઝોન વાળા વિસ્તારમાં આવે છે ત્યાં શરતોને આધિન છૂટ આપી શકાય છે. જો કે તે વિસ્તારની બહાર જવા અને ખાસ કરીને હોટ સ્પોટ વિસ્તારમાં જવા પર પ્રતિબધં મૂકી શકાય તેમ છે.રાજ્યના શહેરી વિસ્તારોમાં કેટલાક નિયંત્રણો અને પ્રતિબધં સાથે મુખ્ય બજારોને ખુલ્લા કરવાની છૂટ રાય સરકાર આપી શકે છે. જો કે એક બે દિવસમાં રાયમાં બજારો ખોલવાનો પ્લાન નક્કી થશે અને તે અનુસાર રાય સરકાર તેમજ જિલ્લા કલેકટરો જાહેરનામાં બહાર પાડશે. જો કે દુકાનો ખોલ્યા બાદ પોઝિટિવ સંખ્યા વધતી જણાશે તો સરકાર આપેલી છુટછાટ પાછી ખેંચી શકે છેલોકડાઉનનો ત્રીજો તબક્કો પૂરો થઇ રહ્યો છે ત્યારે વડાપ્રધાને રાજ્યોને કેટલીક જવાબદારીઓ સોંપી છે, કારણ કે કેટલાક રાયો લોકડાઉન વધારવાના કે કેટલાક લોકડાઉન સમા કરવાના સૂચનો કરી ચૂકયાં છે. જે રાજ્યો લોકડાઉનની તરફેણ કરી રહ્યાં છે તેઓ ૩૧મી મે સુધી લોકડાઉન રાખવા પર ભાર મૂકી રહ્યાં છે.ગુજરાતના મુખ્યમંત્રી વિજય પાણીએ દહી અને દૂધ એમ બન્નેમાં પગ રાખ્યો છે. મહત્વની બાબત એવી સામે આવી છે કે વડાપ્રધાને ગ્રામ્ય વિસ્તારમાં વધી રહેલા કોરોના સંક્રમણ અંગે ચિતા વ્યકત કરી હતી અને મુખ્યમંત્રીઓને કહ્યું હતું કે પહેલું કામ ગામડાઓમાં કોરોના સંક્રમણ અટકાવવાનું કરવાનું છે