બોટાદ નગરપાલિકા દ્વ્રારા શહેરના જુદાં જુદાં સ્થળોને સેનેટાઈઝ કરાયા

બોટાદ નગરપાલિકા ચિફ ઓફીસરશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બોટાદ શહેરના જુદા જુદા સ્થળો જેવા કે જિલ્લા સેવા સદન, તાલુકા સેવા સદન, નગરપાલિકા કચેરી, શેલ્ટર(ભગવાનપરા સ્કુલ શાળા), કવોરન્ટાઈન થયેલ એરિયા (વોરાવાડ) તથા ખોજાની વાડી, ભાવનગર રોડ(ચામુંડા પાર્ક), તાજપર ગેટ સર્કલથી એમ.ડી.સ્કુલ સુધી, ગઢડા રોડ, PGVCL ઓફીસ, ટેલીફોન એક્ષચેંજ, કાદરશેઠની વાડી, કામદાર શેરી, અલાના સ્કુલ, આદર્શ  હોસ્ટેલ, મોડેલ સ્કુલ, દક્ષિણામૂર્તિ વિદ્યાલય, શંકરપરા પ્રા.શાળાને સેનેટાઈઝ કરવામાં આવી.
બોટાદ શહેરમાં મેઈન રસ્તાઓ, ગામ વિસ્તાર, પરા વિસ્તાર, ભાવનગર રોડ, ટાવર રોડ, વેજીટેબલ માર્કેટ નાગલપર ગેટ, ખોજાની વાડી,નીલમ રોડ, વરિયાદેવી મંદિર વિસ્તાર,જલમીન ટોકીઝ નેળ, ભગવાનપરા સ્કુલ શાળા, અલાના સ્કુલ, આદર્શ હોસ્ટેલ, મોડેલ સ્કુલ, શંકરપરા પ્રા.શાળા, કોવીડ- ૧૯ ટ્રીટમેન્ટ હોસ્પીટલ-સાળંગપુર તેમજ બોટાદ શહેરના તમામ-૧૧ શૌચાલય તથા જાહેર મુતરડીઓની સફાઈ કરવામાં આવી હતી.
 આ ઉપરાંત તુરખા રોડ,ટેલીફોન એક્ષચેંજ, કાદરશેઠની વાડીથી કચરો ભરી સ્વચ્છતા અંગે ઝુંબેશ હાથ ધરાઈ હતી.

રિપોર્ટ. ઉમેશ ગોરાહવા