સરકાર અને સરકારી અધિકારી વચ્ચે કોરોના ને નાથવા જે તાલમેલની જરૂર છે તેની લોકમુખે ચર્ચા

જો દેશમાં યુધ્ધ થાય ત્યારે લશ્કર ની ત્રણેય પાંખ વચ્ચે તાલમેલ જોવા મળે છે. આ તાલમેલના કારણે યુધ્ધ જીતવું સરળ થઇ જાય છે. ભૂમિદળ, નૌકાદળ અને વાયુદળ આ ત્રણ પાંખ સેનાની છે. તેમ દેશ ની સરકારે પણ આવી જ રીતે તાલ મેલ જાળવવો જોઈએ. કોરોના એ સરહદ પરનું યુધ્ધ નથી પરંતુ યુધ્ધ કરતા ઓછું પણ નથી. આપણે સમજીએ કે સરહદ પર જે લડાઈ થાય એ જ યુધ્ધ. કોરોનાએ આપણા દેશની લડાઈ છે. જયારે લડાઈ ચાલતી હોય ત્યારે તાલથી તાલ મિલાવવો ખુબ જ જરૂરી છે. લોકમુખે એવી ચર્ચા થાય છે કે સરકાર અને તેના અધિકારીઓની ભૂલના કારણે અમદાવાદ મૌત તરફ ધકેલાયું છે. સરકાર અને તેના અધિકારીઓ તાલ મિલાવી કાર્ય કરતા નથી.અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા ને સરકાર સાથે ભેદભાવ હતા. જયારે તે ક્વારન્ટીનમાં ગયા ત્યારે જનતા સમજી ગઈ. ત્યાર બાદ જયંતિ રવિએ સરકારને જાણ કર્યા વિના કે ટેન્ડર બહાર પાડ્યા વિના પોતાના પતિને કોન્ટ્રાકટ આપી દીધા. આવા તો એક નહી અનેક ઉદાહરણ છે. કોરોના મહામારી વખતે શિવાનંદ ઝાને જે ત્રણ મહિના નું એક્સટેન્શન દિલ્હીથી મળ્યું તે રાજ્યના ગૃહમંત્રીને ગમ્યું ન હોતું. લોકમુખે એવી ચર્ચા છે કે કોરોના મહામારીને નાથવા સરકાર અને સરકારી અધિકારીઓ વચ્ચે જે તાલમેલ હોવો જોઈએ એ નથી.બે દિવસ પહેલા પુરુષોત્તમ રૂપાલા નો જે ઓડિયો વાયરલ થયો તેના પરથી સ્પષ્ટ થઇ ગયું કે ગુજરાતમાં અધિકારી રાજ ચાલે છે

રિપોર્ટ બાય : બીવીક શાહ – અમદાવાદ