બોટાદ જિલ્લામાં કોવીડની સ્થિતિ


બોટાદ જિલ્લામાંથી આજ દિન સુધી કુલ ૧૧૯૭ (એક હજાર એકસો સત્તાણું) વ્યક્તિઓ શંકાસ્પદ જણાતા કોરોનાના સેમ્પલ લઇ રીપોર્ટ માટે સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગર ખાતે મોકલી આપવામાં આવેલ છે.
જે પૈકી ૧૧૨૪ (એક હજાર એકસો ચોવીસ)ના રિપૉર્ટ નેગેટીવ આવેલ છે, અને ૧૯(ઓગણીસ) વ્યક્તિઓના રીપોર્ટ પેન્ડીંગ છે.
૫૬ (છપ્પન) કેસ પોજીટીવ આવેલ છે તે પૈકી ૧ (એક) મૃત્યુ પામેલ છે
૩૬ (છત્રીસ) કોરોના પોઝીટીવ ડીસીગ્નેટેડ કોવીડ હોસ્પિટલ, શ્રી સ્વામીનારાયણ અતિથી ભુવન, કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે દાખલ છે.
આજ સુધીમાં ૨૦(વીસ) પોઝીટીવ દર્દીઓની સારવાર બાદ દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવતા તેઓને કોવીડ હોસ્પિટલ ખાતેથી રજા આપવામાં આવેલ છે.
૦૨(બે) પોઝીટીવ દર્દીઓની વધુ સારવાર માટે સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગર ખાતે રીફર કરવામાં આવેલ હતા. જે પૈકી ૧(એક)ધાત્રી માતાને રજા આપવામાં આવેલ છે.
પોઝીટીવ કેસના દર્દીઓના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી ૨૬૧ કોન્ટેક્ટને હોમ કવોરેન્ટાઈન કરેલ છે અને ૪૩૮ વ્યક્તિઓને ફેસીલીટી કવોરેન્ટાઈન કરવામાં આવેલ છે
બોટાદ શહેરમાં કોરોના પોઝીટીવ મળવાના કારણે જીલ્લા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય ખાતું ખડે પગે સેવા કરવા તૈયાર છે
પોઝીટીવ કેશો આવ્યા પછી કન્ટેઈન્મેન્ટ એરીયામાં આવેલ તમામ ઘરોની આરોગ્ય કર્મચારી દ્વારા દરરોજ આરોગ્ય તપાસ કરવામાં આવે છે. શરદી, તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવા લક્ષણો ધરાવતા દર્દીઓને મોબાઇલ ઓ.પી.ડી. સેન્ટર કે કોવીડ ફીવર ક્લિનીક ખાતે સારવાર અર્થે મોકલી આપવામાં આવે છે.
કન્ટેઈન્મેન્ટ ઝોન વિસ્તારમાં તાલુકા પ્રાથમિક શાળા ખાતે ફીવર કલીનીક ચાલુ કરવામાં આવેલ છે તેમજ મોબાઈલ OPD ટીમ દ્વારા અંબાજી ચોક ખાતે સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦, રાજપૂત ચોક ખાતે બપોરે ૧૨:૦૦ થી ૦૨:૦૦, અને ભેરવા ચોક ખાતે બપોરે ૦૩:૦૦ થી ૦૫:૦૦ OPD સેવા આપવામાં આવે છે. તેમજ જુમા મસ્જિદ પાસે પણ ઓ.પી.ડી. સેવાઓ આપવામાં આવે છે.
વિવિધ બેનરો અને પત્રિકાઓ દ્વારા કોરોનાના સંક્રમણને ટાળવા પ્રયન્ત કરવામાં આવે છે જેમાં પેમ્પ્લેટ, બેનર અને ઓટો રિક્ષા દ્વારા કોરોનાથી બચવા શું પગલા લેવા જોઈએ તેનાથી માહિતગાર કરવામાં આવે છે.
કન્ટેઈન્મેન્ટ ઝોન વિસ્તારમાં નાગલપર દરવાજા ખાતે એક જ એન્ટ્રી અને એકઝીટ પોઈન્ટ રાખવામાં આવેલ છે બાકીના બધા રસ્તાઓ બ્લોક કરવામાં આવેલ છે.
નાગલપર દરવાજા ખાતે પોલીસ, નગરપાલિકા અને આરોગ્યના સ્ટાફ દ્વારા આવતા જતા લોકોનું સ્ક્રીનીંગ કરી રજીસ્ટર નિભાવવામાં આવે છે.
ઉક્ત બાબતે બોટાદ જિલ્લાના નાગરીકોને આ સંક્રમણથી બચાવવા માટે સ્વૈચ્છાએ નજીકનાના સરકારી આરોગ્ય કેન્દ્ર/ તાલુકા આરોગ્ય કચેરીને જાણ કરવા તેમજ વધુ માહિતી માટે કંટ્રોલ રૂમના લેન્ડલાઇન નંબર (૦૨૮૪૯) ૨૭૧૩૪૦/૨૭૧૩૪૧ કે ૧૦૭૭ ઉપર સંપર્ક કરવા બોટાદ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
કોરોના: સાવચેતી એજ સલામતી
૧. દરેક વ્યકિતઓએ લોકડાઉન અન્વયે ફરજીયાત ઘરમાં રહેવું.
૨. હાથએ વારંવાર સાબુ તથા પાણીથી ધોવા.
૩. દરેક વ્યક્તિ સાથે એક મીટરનું અંતર બનાવી રાખવું જરૂરી છે.
૪. લીંબુના રસવાળું હુંફાળુ પાણી પીવાનો આગ્રહ રાખો.
૫. વીટામીન સી યુક્ત ફળો ખાવા.
૬. તાવ શરદી ઉદરસની ફરીયાદ જણાય તો નજીકના સરકારી દવાખાને કે ટોલ ફ્રી નંબર-૧૦૪ તથા ૧૦૭૭ નો અથવા જિલ્લાના કંટ્રોલ રૂમ નંબર(૦૨૮૪૯) ૨૭૧૩૪૦/૨૭૧૩૪૧ નો સંપર્ક કરવો.
રિપોર્ટ. ઉમેશ ગોરાહવા