Skip to content
નવજાત શિશુનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં પરિવારમાં ખુશીની લાગણી
ગઈકાલે તા.12/5/20 ના રોજ સમાબાનુબેન મોહમ્મદરજા નાયાણી ઉ.વ. ૨૭ રહે, સવાઇગરની શેરી, આંબાચોક, ભાવનગરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવેલ. જેથી રાત્રે ૧૦:૩૦ કલાકે તેઓને સર ટી. હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં શિફ્ટ કરાયેલ. તેઓને પૂરા મહિનાનો ગર્ભ હોય, મોડી રાત્રે તેઓને પ્રસૂતિનો દુ:ખાવો થતાં સર ટી. હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ઊભું કરવામાં આવેલ ઓપરેશન થિયેટરમાં જ તેઓના સિઝેરિયનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ગાયનેક વિભાગના વડા ડો. કનકલતાબેન નકુમના માર્ગદર્શન હેઠળ ગાયનેક વિભાગના તબીબ ડો. દિશા અને ડો. ધન્યા દ્વારા સફળતાપૂર્વક સિઝેરિયન કરવામાં આવ્યુ હતું.અને રાત્રીના ૦૨:૧૯ કલાકે સમાબહેને સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. જેને સર ટી. હોસ્પિટલના બાળરોગ વિભાગના વડા ડો. મેહુલ ગોસાઈ અને તેઓની ટીમ દ્વારા નવજાત બાળકની સંપૂર્ણ તપાસ કરી તેનું પણ કોરોનાનું સેમ્પલ લીધું હતું જેનો રિપોર્ટ નેગેટિવ આવેતા સમાબહેન તેમજ તેમના પરિવારજનોમાં ખુશીની લાગણી છવાઈ હતી