કચ્છ આપણી ચીજવસ્તુ માટે લોકલ જ વોકલ બને, સંખ્યાબંધ પ્રોડક્ટ એવી છે કે જેમાં કચ્છની જ હથોટી છે

ભારત ના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીસાહેબ એ બે દિવસ પૂર્વે કોરોના સામેની લડતમાં દેશવાસીઓને સંબોધતા આત્મ નિર્ભર બનવાની અને લોકલ માટે વોકલ બનવાની સલાહ આપી હતી. હજી બે દાયકા પૂર્વે આર્થિક રીતે દેશના પછાત જિલ્લાઓમાં સ્થાન ધરાવતા કચ્છે ભૂકંપની કારમી લપડને એક તક સમજીને ઝડપી લીધી અને જોતજોતામાં ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી લીધી. આજે કચ્છમાં એટલી બધી ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે કે મોટા ભાગની વસ્તુમાં કચ્છ આત્મ નિર્ભર જ છે. અનેક વસ્તુઓ એવી છે કે દેશની મોટાભાગની જરૂરિયાત જ કચ્છ પૂરી પાડે છે. અમુકમાં તો વિશ્વ કક્ષાએ કચ્છનું નામ છે. કેટલાક પ્લાન્ટ એશિયામાં સૌથી મોટા ગણવામાં આવે છે. આ ઉદ્યોગોના ફેડરેશન ફોકીઆના એમડી નિમીષ ફડકે કહે છે કે કોરોના પછીના કાળમાં પણ જે તક ઉભી થશે તે કચ્છ ઝડપી લેશે અને આત્મનિર્ભર બનવાના વડાપ્રધાનના સ્વપ્નને વધુ સાકાર કરશે. હવે મોદીના બીજા સૂત્ર વોકલ ફોર લોકલને આત્મસાત કરવાનું કામ કચ્છના લોકોએ કરવાનું રહેશે. તેનાથી કચ્છના જ ઉદ્યોગો વધુ મજબૂત બની શકશે .નમક: દેશની જરૂરિયાતનું 50 ટકા નમક એટલે કે મીઠું કચ્છમાં ઉત્પાદિત થાય છે. નમક વગર કોઇ પણ રસોઇ અધૂરી છે.સીમલેસ સિલીન્ડર: કાસેઝમાં અને ગાંધીધામ નજીક આવેલા એક એકમમાં ઓક્સિઝન સપ્લાય માટે સીમલેસ સિલીન્ડરનું ઉત્પાદન થાય છે.સેનિટાઇઝર:કોરોનાને કારણે ચર્ચામાં આવી ગયેલું સેનિટાઇઝર પણ ગાંધીધામ નજીકની બે કંપનીમાં બને છે અને દેશભરમાં પહોંચે છે.દવાઓ : કંડલા સેઝમાં આવેલી કેટલીક કંપનીઓ દુનિયાભરના લોકોને ઉપયોગી થઇ શકે એવી દવાઓનું ઉત્પાદન કરે છે. ખાદ્યતેલ: દેશને 60 ટકા ખાદ્ય તેલ કચ્છ પહોંચાડે છે. અહીં અનેક રિફાઇનરીઓ આયાતી તેલને રિફાઇન કરે છે.મિનરલ્સ:ગુજરાતનું 70 ટકા ખનીજ કચ્છમાંથી નીકળે છે. લિગ્નાઇટ, બેન્ટોનાઇટ, ચાઇના ક્લે વગેરેની બહાર ખૂબ માંગ છે.સાબુ:મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા દેશભરમાં જે મોટી બ્રાન્ડના સાબુ બને છે તે પણ ગાંધીધામ નજીક જ બનાવવામાં આવે છે.પ્લાયવુડ:કચ્છના ચાર તાલુકા, ભચાઉ, ગાંધીધામ, અંજાર અને મુન્દ્રાને જ ટિમ્બર માટે છુટ મળી છે. અનેક કંપની પ્લાયવુડ વગેરે બનાવે છે.વીજળી: કચ્છમાં 12થી 13 હજાર મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે. જે કચ્છની જરૂરિયાત કરતા અનેકગણું વધુ છે.ટાયર:ભુજ નજીક આવેલી બીકેટી કંપનીમાં બનતા ટાયર લગભગ તમામ સેગમેન્ટના વાહનો માટે બને છે અને નિકાસ પણ થાય છે.ખાતર:કંડલામાં દાયકાઓથી ઇફકોના આધુનિક પ્લાન્ટમાં ખાતરનું ઉત્પાદન થાય છે અને સહકારી ક્ષેત્ર થકી દેશભરમાં પહોંચે છે. ગાર્મેન્ટ:કાસેઝમાં આવેલા સંખ્યાબંધ યુનીટમાં વિદેશ માટે રેડિમેડ ગાર્મેન્ટનું ઉત્પાદન થાય છે અને તેમાં અનેકને રોજગારી મળે છે.સો પાઇપ:સો પાઇપના ક્ષેત્રે વિશ્વનું મોટામાં મોટું કલ્સ્ટર કચ્છમાં છે. અહીંની કંપનીઓ તે બનાવે છે. તેમાં તેલ, ગેસ, પાણી વગેરેનું વહન થાય છે.ટીવી:ગાંધીધામ નજીક આવેલા એકમમાં ઇલેકટ્રોનીક ચીજવસ્તુનું નિર્માણ થાય છે તેમાં ટેલિવિઝન સહિતની વસ્તુ આવી જાય.બિસ્કીટ:બાળકોમાં અને મોટેરાઓમાં પણ લોકપ્રિય હોય એવી પારલેની બિસ્કીટ ફેકટરી ભુજ નજીક જ આવેલી છે.ખાંડ: ગાંધીધામની નજીક આવેલી બે કંપનીઓમાં ખાંડ પર પ્રોસેસીંગ થાય છે. ભલે કચ્છમાં ખાંડનુંઉત્પાદન નથી, પણ કચ્છનો ફાળો છે.બ્રોમીન::ભારતને 85 ટકા બ્રોમીન કચ્છ પૂરું પાડે છે. અહીંના મોટા રણમાં આવેલી 4થી 5 કંપનીઓ રણમાંથી નવસર્જન કરે છે.ટીએમટી સળિયા:કચ્છમાં અનેક કંપનીઓ ઇમારત બાંધકામ માટેના ટીએમટી સળિયા પણ બનાવે છે અને દેશભરમાં પહોંચાડે છે.કેમિકલ્સ:ગાંધીધામથી ભચાઉ જતા રોડ પર કેમિકલ્સના ક્ષેત્રે મોટું નામ કહી શકાય એવા બે પ્લાન્ટ આવેલા છે.ગુટખા:કંડલા સેઝમાં વિમલ ગુટખાનું પણ ઉત્પાદન થાય છે. અલબત, તેનું વેચાણ માત્ર વિદેશમાં જ થઇ શકે એવા નિયમ છે.સિમેન્ટ: એશિયાનો સૌથી મોટો સિમેન્ટ પ્લાન્ટ સાંઘીનો કચ્છમાં છે. તે ઉપરાંત અલ્ટ્રાટ્રેક પણ અહીં સિમેન્ટ બનાવે છે.પેસ્ટીસાઇડ: ભુજ-મુન્દ્રા રોડ પર કેરા પાસે એક્ષેલ કંપની ખેડૂતો માટે ખૂબ જ જરૂરી એવા પેસ્ટીસાઇડનું ઉત્પાદન કરે છે.અને તે વિદેશી હુંડિયામણ રળે છે.બેડશીટ:ટોવેલ:અંજાર નજીક આવેલી વેલસ્પન કંપનીમાં બનતી ચાદર અને ટોવેલ દેશ-વિદેશમાં મોટું નામ ધરાવે છે. બ્રિટનના રાજમહેલ સુધી પહોંચ છે.