નવીદિલ્હીઃ કાલે શુક્રવાર ૧૫ મેની સવારે ૪:૩૦ વાગ્યે બદ્રીનાથના કપાટ ખૂલશે. આ માટે આજે પૂજારી ઈશ્વર પ્રસાદ નંબુદરી અને ધર્માધિકારી શ્રી ભુવનચન્દ્ર ઉનીયાલની સાથે પાંડુકેશ્વરથી બદ્રીનાથની યાત્રા શરુ થઇ ગઈ છે. આજે ઉદ્ઘવજી, કુબેરજી, આદિ ગુરુ શંકરાચાર્યની ગાદી અને તલના તેલનો કળશ બદ્રીનાથ ધામ પહોંચશે. લોકડાઉનના અકિલા નિયમોનું પાલન કરવાની સાથે આ યાત્રામાં શાસન-પ્રશાસન, મંદિર સમિતિ અને અમુક લોકો જ સામેલ રહેશે. પાંડુકેશ્વરથી બદ્રીનાથનું અંતર આશરે ૨૨ કિલોમીટર છે. જોશી મઠ એસડીએમ કાર્યાલયથી મળેલી જાણકારી પ્રમાણે, અકીલા આ વર્ષે કોરોના વાઇરસને લીધે લોકડાઉનના નિયમોનું પાલન બદ્રીનાથમાં પણ થશે. કપાટ ખૂલે તે સમયે દ્યણા ઓછા લોકોને હાજર રહેવાની અનુમતિ આપી છે. અહિ , મંદિર સમિતિના ૩૩ ટકાથી પણ ઓછા લોકો અને મંજૂરી મળેલા અમુક સ્થાનિકોને જ મંદિરમાં પ્રવેશ મળશે. કાલે શુક્રવારે સવારે ૪:૩૦ વાગ્યે ગણેશ ભગવાનની પૂજા બાદ કપાટ ખોલવામાં આવશે. કપાટ ખોલ્યા બાદ બદ્રીનાથની સાથે ભગવાન ધનવંતરિની પણ વિશેષ પૂજા કરવામાં આવશે. ધનવંતરિ આયુર્વેદના દેવતા છે. દુનિયાભરમાં કનિદૈ લાકિઅ ફેલાયેલી આ મહામારીને રોકવા માટે તેમને પ્રાર્થના કરવામાં આવશે.