ગાંધીધામમાં હાઈવે ઉપર ઉશ્કેરણી બદલ ત્રણ શખ્સોની અટક

ગાંધીધામના કાર્ગો વિસ્તારમાં શ્રમિકો દ્વારા રોડ બ્લોક કરીને કરાયેલા પથ્થરમારામાં ઉશ્કેરણી બદલ ત્રણ શખ્સોની અટક કરીને તેની સામે અફવા અને સુલેહ શાંતિ ભંગ કરવાનો ગુનો નોંધીને પોલીસે કાર્યવાહી કરી છે.ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર શ્રમજીવીઓ રોડ બ્લોક કરીને પથ્થરમારો કર્યો હતો કોરોનાવાયરસ ની મહામારીમાં સામાજિક દૂર રાખવાની છે તેવા સમયે ઉત્તર પ્રદેશ બિહાર ની ટ્રેન કેન્સલ થઈ ગઈ છે હવે આપણને કોઈ લઈ જશે નહીં એ સહિત ની બાબતો ઉપર લોકો ને ઉશ્કેરણી કરીને સુરત શાંતિનો ભંગ કરનાર રોશન કુમાર નવલ પ્રસાદ યાદવ જીતેન્દ્ર વિજય મહંતો અને અનિલ શિવદયાલાલ યાદવ અટક કરીને તેની સામે ગુનો નોંધીને પોલીસે કાર્યવાહી કરી છે પોલીસના કહેવા મુજબ આ ત્રણેય શખ્સોએ ટ્રેન બાબતે લોકોને ગેરમાર્ગે દોરીને ઉશ્કેર્યા હતા જેના પગલે પોલીસે આ કાર્યવાહી કરી છે.