ભુજના કોડકી રોડ ઉપર આવેલી બકાલી કોલોનીમાં રાત્રીના બે વાગ્યાના અરસામાં એક શખસ a મસ્જિદના સ્પીકર અજાન આપી ભડકા ઉચ્ચારણ કરતા પોલીસે તેમની સામે ગુનો નોંધીને તપાસ હાથ ધર્યા બાદ પાસા તળે તેની અટક કરી ને સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવ્યો છેપોલીસે કહ્યું હતું કે ભુજના કોકડી રોડ ઉપર આવેલી બકાલી કોલોનીમાં રાત્રિના બે વાગ્યાની આસપાસ આરોપી મામદ અબ્દુલ્લા લુહારે મસ્જીદમાં જઈ લાઉડ સ્પીકરમાં કોમી વૈમનસ્ય ફેલાય તેવું ભડકા ઉચ્ચારણ કર્યું હતું જેના પગલે તત્કાલીન પોલીસે કાર્યવાહી કરી હતી આ મામલામાં પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડાની નિગરાની હેઠળ એલ.સી.બી એ પાસાની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા સમાહર્તાને મોકલી હતી ત્યારબાદ જિલ્લા કલેક્ટરે તે દરખાસ્ત ગ્રાહ્ય રાખતા વોરંટ ઈસ્યુ કરી એલસીબીએ મામદ લુહાર ની ધરપકડ કરીને સુરતની લાજપોર જેલમાં ધકેલી દીધો હતો