ભારત માં કોરોના 81,997 કેસ, મૃત્યુઆંક-2,649 મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 27 હજારને પાર,તમિલનાડુ બીજા નંબરે


નવી દિલ્હી. દેશમાં અત્યાર સુધી 81,997 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 2,649 લોકોના મોત થયા છે. સાથે જ દેશમાં 27,969 લોકો સારવાર બાદ સાજા થયા છે. મહારાષ્ટ્રમાં આજે સંક્રમિતોનો આંકડો 27 હજારને પાર પહોંચ્યો છે. તો બીજી તરફ હવે તમિલનાડુ 9674 દર્દીઓ સાથે બીજા નંબરે આવી ગયું છે. સાથે જ ગુજરાત 9,592 સંક્રમિતો સાથે ત્રીજા ક્રમે છે. આ તમામ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે.
સુપ્રીમ કોર્ટના જજે પોતાને અને પરિવારને ક્વૉરન્ટી કરી લીધા છે. જજના ઘરનો રસોઈ કરતો વ્યક્તિ પોઝિટિવ મળી આવ્યો છે. રસોઈયો 7 મેથી રજા પર હતો અને ગઈ કાલે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આંધ્રપ્રદેશની સરકાર પ્રવાસી મજૂરોની મદદ માટે રાજ્યના હાઈવે પર રિલીફ કેમ્પ લગાવવાનો નિર્ણય કર્યો છે. જેથી પગપાળા જઈ રહેલા પ્રવાસી ત્યાં આરામ કરી શકે. તમિલનાડુ 9,647 દર્દીઓ સાથે દેશભરમાં બીજા નંબરે
રાજ્ય કેટલા સંક્રમિત કેટલા સાજા થયા કેટલા મોત
મહારાષ્ટ્ર 27,524 6,059, 1,019,
તમિલનાડુ 9,674, 2,240, 66,
ગુજરાત 9,592, 3,753, 586,
દિલ્હી 8470, 3045, 115,
રાજસ્થાન 4534, 2638, 125,
મધ્યપ્રદેશ 4426, 2171, 237,
ઉત્તરપ્રદેશ 3902, 2072, 88,
પશ્વિમ બંગાળ 2377, 768, 215,
આંધ્રપ્રદેશ 2205, 1192, 48,
પંજાબ 1935, 223, 32,
તેલંગાણા 1414, 952, 34,
બિહાર 999, 400, 07,
કર્ણાટક 987, 460, 35,
જમ્મુ કાશ્મીર 983, 485, 11,
હરિયાણા 818, 439, 11,
ઓરિસ્સા 624, 158, 03,
કેરળ 561, 493, 04,
ઝારખંડ 203, 87, 03,
ચંદીગઢ 191, 37, 03,
ત્રિપુરા 156, 29, 00,
આસામ 87, 40, 02,
ઉત્તરાખંડ 78, 50, 01,
હિમાચલ પ્રદેશ 74, 35, 03,
છત્તીસગઢ 60, 56, 00,
લદ્દાખ 43, 22, 00,
આંદામાન-નિકોબાર 33, 33, 00,
ગોવા 15, 07, 00,
મેઘાલય 13, 11, 01,
પુડ્ડુચેરી 13, 09, 00,
મણિપુર 03, 02, 00,
મિઝોરમ 01, 01, 00,
અરુણાચલ પ્રદેશ 01, 01, 00,
દાદરા નગર હવેલી 01, 01, 00,