કેશોદ,શહેરમાં પાન બીડીના રોજે રોજનુ કરતા ધંધાર્થીઓની લોકડાઉને લઈને બેકાર બનતા આવા અનેક પરિવારોની પરિસ્થિત કંગાળ બનેલછે. ત્યારે સરકારનીએક ને ગોળ અને એક ને ખોળ ની નીતિ સામે આક્રોશ સાથે ‘ચેમ્બર્સ ઓફ કોમસ’ અને પાન બીડીના ધંધાર્ર્થીઓએ સરકારશ્રીની નીતીરીતીનો વિરોધ કરતુ આવેદનપત્ર કેશોદ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા ડેપ્યુટી કલેકટરને આપી તેમા જણાવેલ કે કેશોદ વિસ્તાર ગ્રિન ઝોનમા આવતો હોઈ લોકડાઉન-૩માં સરકારશ્રી દ્વારા પાનબીડી સિવાય મોટાભાગના ધંધાર્થીઓને ધંધો કરવા શરતી છુટ આપેલછે.ત્યારે પાન બીડીના છુટક અને જથ્થાબંધ ધંધાર્થીઓને તેમની હાલની કફોડી સ્થિતીને ધ્યાનમાંલઈઙ્ગ ધંધામાં સરકારશ્રીએ આવા ધંધાર્થીઓને પણ લોકડાઉનનું પાલન થાય તે રીતે શરતી છુટ આપવી જોઈએ.આજે લોકડાઉનના ૫૦ દિવસ ઉપરનો સમય થયેલ હોઈ કેશોદ માં કોઈ કોરો ના પોઝીટીવ કેસ ના હોઈ કેશોદ શહેર ના વેપાર રોજગાર રાબેતા મુજબ ચાલુ હોય તો આત્યારે પાન ગલ્લા ની દુકાનોને છુટ આપવા તથા છાના ખુણેથતા પાનબીડીના થતા કાળા બજાર બંધ કરાવવા આવેદનપત્રના અંતમા જણાવેલછે ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ મગનભાઈ કોટડીયા તથા મહેન્દ્રભાઈ ધડુક, કાપડ બજાર એસોશી.ના પ્રમુખ અશોકભાઈ રાયચડા મોબાઈલ એશો. પ્રમુખ રાજુભાઇ બોદર તથા સાગરભાઈ બોરડ તથા શહેરના પાન ની દુકાન ધરાવતા વેપારીઓ એ હાજર રહી આ આવેદનપત્ર આપેલ હતુ.