ફરતી જુગાર ક્લબ ટપ્પર સુધી પહોંચી LCB 19 ખેલી 1.34 લાખ સાથે ઝડપી પડાયા

ભુજ. લોકડાઉન હળવું થતાં અસામાજીક તત્વો પણ છુટછાટનો (ગેર)લાભ લેતા થયા છે. શુક્રવારે મુન્દ્રા તાલુકાના ટપ્પરના સીમાડામાંથી ખેલીઓને રૂપિયાની રોકડ સાથે ઝડપાઇ ગયા, ત્યારે એવો ઘટસ્ફોટ થયો હતો કે, આ મોબાઇલ જુગાર ક્લબ કેટલા દિવસોથી પશ્ચિમ કચ્છના વિવિધ વિસ્તારમાં ફરતી હતી. અને જુગારીઓને તુફાન માં બેસાડીને અલગ અલગ સ્થળ લઇ જવાતા હતા. જો કે, પોલીસની આંખમાં ધૂળ નાખવાનો આ પ્રયાસ ઉંધો પડ્યો છે.4 લાખ 13 હજારનો મુદામાલ કબજે કરીને મુન્દ્રા પોલીસ મથકમાં આરોપીઓ વિરૂધ ગુનો નોંધાવ્યો
પ્રાપ્ત વિગતો મુજબ મુળ ભુજ તાલુકાના જાંબુડી ગામનો અને ભુજના ઓધવવંદનામાં રહેતો પોલીસ પુત્ર રાજદિપસિંહ ભગતસિંહ જાડેજા પોતાની માલિકીને મુન્દ્રા તાલુકાના ટપ્પર સીમમાં આવેલી વાડીમાં બહારથી ખેલીઓને બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમીના પગલે શુક્રવારે પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસ પુત્ર રાજદિપસિંહ ભગતસિંહ જાડેજા, સાથે ભુજના જુગાર ક્લબના સંચાલકો મકબુલ અબ્દુલ્લા સુમરા, પ્રકાસ ઉર્ફે ભીખો શાંતિલાલ ગોર, પુજન ઉર્ફ પુંજો ગીરીશભાઇ રાજગોર, કલ્પેશ સોમાભાઇ વસાવા, મીત અનીલભાઇ રાજગોર, અક્ષય નિરજભાઇ ચૌહાણ, રણછોડ જીવણભાઇ મહેશ્વરી, જીતુભાઇ રામદાસ કંસારા, કેતન હરીલાલ રાજગોર, ગોવિંદ કરશન મુધવા, વિરપાલસિંહ દિલીપસિંહ જાડેજા રહે જાંબુડી, રમેશ બાબુભાઇ મહેશ્વરી, લક્ષ્મણ જુમા મહેશ્વરી, પ્રીતેશ રમેશભાઇ રાજગોર, ગોતમ શામજીભાઇ પટેલ નખત્રાણા, પ્રીતેશ અશોકભાઇ ધામેચા રહે નખત્રાણા, રાજવીરસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા રહે જાંબુડી, તથા નખત્રાણાના રોહિત રામદાસભાઇ ઠકકર સહિત 19 જેલીઓને એલસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યા હતા. જુગારીઓના કબજામાંથી 1,34,500ની રોકડ રકમ, 15 મોબાઇલ કિંમત 68,500, તેમજ 12 લાખની 4 ફોરવ્હીલ, 10 લાખની મોટર સાયકલ સહિત 14 લાખ 13 હજારનો મુદામાલ કબજે કરીને મુન્દ્રા પોલીસ મથકમાં આરોપીઓ વિરૂધ ગુનો નોંધાવ્યો હતો.