કાસેઝમાં 2 માસથી બાકી પગારની માંગ માટે દેખાવ

ગાંધીધામ. કાસેઝમાં આવેલી એનબીસીસી કંપનીના 50 જેટલા કામદારો પ્રશાસનીક ઈમારત સામે એકત્ર થઈ ગયા હતા. બે મહિનાથી પગાર ન મળ્યાની રજુઆત કરી દેખાવ કર્યો હતો. એનબીસીસી કંપનીના કામદારોએ બે મહિનાથી પગાર ન મળ્યો હોવાની રજુઆત સાથે કાસેઝની પ્રશાસનીક ઈમારત સામે એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો હતો. કાસેઝ પ્રશાસને બાબત સાથે સીધુ કોઇ જોડાણ ન હોવા છતાં માનવતાના ધોરણે કંપનીના સંલગ્ન ઠેકેદારોનો સંપર્ક કરતા મહતમ કામદારોને એક મહિનાનો પગાર આપી દેવાયો હોવાનું અને પોતે દિલ્હી ખાતે લોકડાઉનના કારણે ફસાઈ જવાથી આ સમસ્યા સર્જાઈ હોવાનું જણાવ્યું હતું. લેબર ગ્રૂપ ઓફ કચ્છના ચેરમેન દશરથસિંહ ખંગારોતે આ બાબતે વિરોધ નોંધાવી સંબંધિતો સામે કાર્યવાહીની માગણી કરી છે.