ભુજ. કચ્છમાં કોરોના પર હાલે જે રીતે પકડ છે તે રીતે મુંબઇથી કચ્છીઓએ માદરે વતનની વાટ પકડતાં, ભુજ સહિત માધાપર તેમજ આસપાસના ગામોમાં હાલે ભાડા બમણા થઇ ગયા છે

.

કચ્છ જિલ્લાએ વહવટી તંત્ર અને આરોગ્ય ટીમની સતર્કતાથી વર્તમાન સ્થિતિએ કોરોના સામેનો જંગ જીત્યો છે, તો વળી જયાં ધંધાર્થે બહોળી સંખ્યામાં કચ્છી માડુઓ સ્થાયી થયા છે એવી માયાવી નગરી મુંબઇમાં કોરોનાનો કહેર વિશેષ છે. જેના કારણે ત્યાં ધંધા-રોજગાર પણ ઠપ્પ થયા છે. સરકારે પણ લોકોને પોતાના વતન જવા માટેની છૂટ આપી છે ત્યારે પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા મુંબઇ તેમજ દેશના જુદા-જુદા શહેરો અને વિદેશમાં વસતા લોકોએ માદરે વતન કચ્છ આવવા રવાના થયા છે. આ પરિસ્થિતિમાં જિલ્લા મથક ભુજમાં શનિમંદિર, મન્દ્રા રિલોકેશન સાઇટ, આર.ટી.ઓ. રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી, એરપોર્ટ રોડ વગેરે વિસ્તારો તેમજ માધાપર અને આસપાસના પંથકમાં હાલે મકાન ભાડા પણ બમણા થઇ ગયા છે. વિશ્વના ખુણે-ખુણે સ્થાયી થયેલા કચ્છીઓ અગાઉ માત્ર વાર-તહેવાર કે, સામાજિક, ધાર્મિક પ્રસંગોએ જ કચ્છ આવતા હતા જયારે હાલ કોરોનાના કારણે પરિસ્થિતિ બદલાઇ છે અને કચ્છી માડુઓએ એક સામટા માદરે વતન ભણી દોટ મૂકી છે.જે લોકો પાસે પોતાનું મકાન નથી તેવા લોકો પોતાના સંબંધીઓના ઘેર રોકાવવાના તૈયાર નથી કારણ કે, આવા લોકો મોટાભાગે કોરોના રેડઝોનમાંથી આવતા હોઇ તેઓને તેમના સગા-સંબંધી પોતાને ઘેર રાખવામાં ખતરા સમાન માની રહ્યા છે, જેથી મુંબઇગરાએ જયાં સુધી પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી ત્રણેક મહિના સુધી મકાન ભાડે રાખી કચ્છમાં રહેવાનું મન મનાવી લીધું છે.માધાપરમાં 1 બી.એચ.કે.નું 4ના બદલે 6 હજાર ભાડુંજિલ્લા મથક ભુજના ભાગોળે આવેલા માધાપરમાં પણ મકાન ભાડામાં ઉછાળો આવ્યો છે. લોકડાઉન અમલી બન્યું ત્યારે માધાપરના ગોકુલવાસ સહિતના વિસ્તારોમાં એક બેડરૂમ, હોલ અને કિચન સહિતના મકાનનું મહિનાનું ભાડું રૂ.4 હજાર હતું, જે વધીને હાલે 6 હજાર થઇ ગયું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.કોરોનાના ભયના લીધે અમુક તો બહારથી આવતા લોકોને મકાન ભાડે આપવા તૈયાર નથીકોરોના પગલે કચ્છીઓએ વતની વાટ પકડી છે, જેના કારણે મકાન ભાડા તો વધ્યા છે પરંતુ હાલે જે લોકો કચ્છ આવે તેઓ મોટાભાગે કોરોના રેડઝોનમાંથી આવે છે, જેના કારણે સ્થાનિક કચ્છીઓમાં ડર પેસી ગયો છે. ભયના માર્યા અમુક લોકો ભાડા બમણા હોવા છતાં પણ મકાન ભાડે આપવા તૈયાર ન હોવાનું જાણવા મળી રહ્યું છે.