અંજારમાં અગમ્ય કારણે આધેડે કર્યો આપઘાત કારણ અંક બંધ

અંજારના સવાસર નાકા વિસ્તારમાં રહેતા વિનોદ બાબુલાલ સોમેશ્વર (ઉ.વ. 55) નામના આધેડે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. અંજારના સવાસર નાકા વિસ્તારમાં રામ ઓટા પાસે રહેતા વિનોદભાઈ નામના આધેડે ગઈકાલે સાંજે પાંચ વાગ્યાથી આજે સવારે પાંચ વાગ્યા દરમ્યાન અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ આધેડે લાકડાંની આડીમાં રસ્સી બાંધી ગળે ફાંસો ખાઈ છેલ્લા શ્વાસ લીધા હતા. તેણે કેવા કારણોસર છેલ્લું પગલું ભર્યું હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.’