લોકડાઉનની વચ્ચે મજૂરો પર વધુ એક દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. ઉત્તર પ્રદેશના ઔરૈયામાં થયેલા ભયંકર રોડ અકસ્માતમાં 23 મજૂરોના મોત થયા છે. કયાંક રેલવે ટ્રેક તો કયાંક બસ કે ટ્રની ટક્કરથી પળવારમાં બધું જ ખત્મ થઇ રહ્યું છે. મુઝફ્ફરનગર બાદ હવે ઔરૈયામાં થયેલો આ અકસ્માત સાક્ષી પૂરી રહ્યો છે. આ બધાની વચ્ચે ખબર પડી છે કે ઔરૈયામાં 23થી વધુ મજૂરોના મોત થઇ શકતા હતા પરંતુ કેટલાંક મજૂરો એક કપ ચા પીવા માટે રોકાયા ના હોત તો.