ગોત્રી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે જુદા – જુદા આઈસોલેશન વૉર્ડ ઉભા કરાયા છે. જેમાં મોત સામે જજૂમી રહેલા દર્દીઓને વેન્ટીલેટર પર રખાયા છે. જ્યાં ડૉક્ટરો તથા નર્સ પણ પુરતી કાળજી લીધા વગર જવાની હિંમત કરતાં નથી. કારણ કે, વાઈરસનો ચેપ લાગવાની શક્યતાઓ ઘણી વધી જાય છે, તેવામાં આજે સાંજે ચાર વાગ્યાની આસપાસ એક યુવતી મોંઢા પર બુકાની બાંધી પ્રતિબંધિત એવા કોવિડ – 19ના આઈસોલેશન વૉર્ડ-2માં પહોંચી ગઈ હતી.આ યુવતીએ વેન્ટીલેટર પર રખાયેલા દર્દીના ફોટા પાડી વીડિયો કોલિંગ પણ કર્યું હતું. અજાણી યુવતી આઈસોલેશન વૉર્ડમાં ગઈ હોવાની જાણ થતાં જ વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. અહીં સવાલ એ થાય છે કે, આ યુવતી પ્રતિબંધિત આઈસોલેશન વૉર્ડમાં કેવી રીતે પહોંચી? તેની તપાસ કરાશે.કદાચ યુવતી સક્રમિત થશે તો કેટલાને ચેપ લગાડશે? તેની ગંભીરતા લઈ તેને ક્વોરન્ટાઈન કરાશે? શું આ યુવતીને હોસ્પિટલના જ કોઈ કર્મચારીએ છેક આઈસોલેશન વૉર્ડ નં.૨ સુધી જવાની વ્યવસ્થા કરી આપી હતી? પોલીસ આ યુવતીને શોધી તેની સામે કાર્યવાહી કરશે? તે સવાલ પણ ઉભો થયો છે.