ભારે સંવેદનશીલ રહેલી પાકિસ્તાન સાથેની દરિયાઇ સરહદ પાર કરીને ભારતના પશ્ચિમી કાંઠે હુમલો થઇ શકે છે તેવા ગુપ્તચર અહેવાલોને પગલે સલામતી તંત્રો સાબદાં બન્યાં છે.’સંબંધિત વર્તુળોના જણાવ્યા મુજબ કચ્છ થી કેરળ સુધીના કાંઠાને નિશાન બનાવાય એવી શક્યતા આ અહેવાલમાં વ્યક્ત કરાઇ છે. કોરોના સામેના જંગમાં આખી દુનિયા તમામ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે તેવામાં આતંકી પરિબળો સલામતી તંત્રોની વ્યસ્તતાનો લાભ ઉઠાવવાની પેરવી કરી રહ્યા’ હોવાના અહેવાલ વહેતા થયા છે.’ આ સંદર્ભમાં ગાંધીનગર સ્થિતિ તટરક્ષક દળના વડામથકના ઇનપુટને ટાંકીને પોરબંદરના ફિશરીઝ વિભાગે માછીમારોને સાવધ રહેવાની સૂચના આપી છે.’ આ સંદર્ભમાં 23મી સુધી તમામ સલામતી એજન્સીઓ અને સંબંધિત વિભાગોને સાબદા કરાયા હોવાનું પણ વર્તુળોએ જણાવ્યું હતું. રાજ્યકક્ષાએથી વહેતા થયેલા આ અહેવાલો અંગે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા સૌરભ તૌલંબિયાનો સંપર્ક સાધતાં તેમણે ઇનપુટ અંગે કોઇ સત્તાવાર સમર્થન આપ્યું ન હતું.’ જોકે પોલીસ દ્વારા કાંઠાળ વિસ્તારમાં લેવાઇ રહેલા પગલાં અંગે તેમણે કહ્યંy હતુંકે પોલીસ હંમેશની મુજબ સાબદી છે.’ દરિયાઇ પેટ્રોલિંગ ઉપરાંત કાંઠાળ વિસ્તારમાં પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ વધુ ઘનિષ્ઠ બનાવાયું છે. કચ્છના સરહદી અને કાંઠાળ વિસ્તારમાં રહેતા લોકોએ દેશવિરોધી પ્રવૃત્તિ અને શંકાસ્પદ હિલચાલ અંગે જાગૃત રહેવું જોઇએ એવી અપીલ કરીને શ્રી તૌલંબિયાએ કોઇ શંકાસ્પદ હિલચાલની માહિતી તેમને સીધા તેમના ફોન નંબર 9978405073 પર આપવા અનુરોધ કર્યો છે.’ આવી માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખીને ઉપયોગી માહિતી બદલ ઇનામ પણ અપાવાની ખાતરી તેમણે આપી છે.