. લોકડાઉનના પગલે કચ્છમાં જાહેરનામા ભંગના કેસ રોજ નોંધાઈ રહ્યા છે. પોલીસે ડ્રોનની મદદથી નિયમ ભંગ કરતા તત્વો પર કાર્યવાહી કરી હતી, તો ગળપાદરમાં પ્રતિબંધ છતાં બીડી, સિગારેટ અને તમાકુંનું વેંચાણ કરતા મુદામાલ જપ્ત કરાયો હતો. પોતાના માધ્યમો થકી તેમના ઘરે પોતે જઈને આપી મદદગાર બન્યાકિડાણા વિસ્તારમાં સોશ્યલ ડીસ્ટંસના નિયમનું પાલન નહી કરીને અને હાલ વેંચાણ માટે પ્રતિબંધીત એવા સિગારેટ, તમાકુંનું વેંચાણ કરતા નિતીન રજનીકાંત સેવક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ આદરી હતી. કાર્યવાહીમાં 115 પાકીટ સિગારેટ, 45 જુડી બીડી, 6 પેકેટ અને 60 પાઉચ પાન મસાલા અને 3 પેકેટ માવા સોપારી મળીને કુલ 5886નો મુદામાલ જપ્ત કર્યો હતો. પુર્વ કચ્છ પોલીસે 50 જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી, જેમાં 50ની અટક કરાઈ હતી. કુલ 85 વાહનો જપ્ત કરીને 60,800 સ્થળ દંડ વસુલાયો હતો. ડ્રોન કેમેરા સર્વેલન્સ થકી 7 કેસ દાખલ કરાયો હતો. પોલીસ પ્રજાનો મિત્રની છેની ઉક્તિને સાર્થક કરતો દાખલો એલસીબી પીએસઆઈ અને કંડલા મરીનાનો ચાર્જ પણ સંભાળતા એમ.એસ. રાણાએ બેસાડ્યો હતો. આદિપુરમાં રહેતા નિશાબેનને કેન્સરની દવા જોઇતી હતી, જે પાર્સલ લોકડાઉનના કારણે અટવાયેલું હતુ, તેને પોતાના માધ્યમો થકી તેમના ઘરે પોતે જઈને આપી મદદગાર બન્યા હતા.