રાજ્યભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે સરકાર ડિજીટલ પેમેન્ટને વધારવાનું જણાવે છે. પરંતુ શહેરમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઙફુળિં કે અન્ય કોઇપણ ડિજિટલ વોલેટ વાપરતી વખતે ચેતીને રહેવું જરૂરી છે. અમદાવાદનાં આંબાવાડીમાં રહેતા વિનય દેસાઇ સાથે પેટીએમ કેવાયસી કરવાને બહાને 14.12 લાખ રૂપિયાની છેતરપિંડી થઇ છે.આ અંગે મળતી માહિતી પ્રમાણે, આંબાંવાડી વિસ્તારમાં આવેલા આસ્કા એપાર્ટમેન્ટમાં રહેતા વિનય દેસાઇ સાથે ઠગાઇ થઇ છે. તેમને એક ફોન અને મોબાઇલ પર મેસેજ આવ્યો હતો. પેટીએમ અપડેટ કરો નહીં તો એકાઉન્ટ બ્લોક થઇ જશે. ફોન કરનારે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનાં ઓટીપી માંગીને 14 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. પોતાની સાથે ઠગાઇ થયાની જાણ થતાંની સાથે વ્યક્તિએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.મહત્વનું છે કે થોડા દિવસ પહેલા રાજકોટમાં સાયબર ફ્રોડ કરતા 51 જેટલા ફ્રોડ મોબાઇલ નંબરને કાયમ માટે બંધ કરાવી દીધા હતાં. સાયબર સેલ દ્વારા પેટીએમ તથા અન્ય મની ટ્રાન્ઝેકશન એપ્લીકેશનમાં કેવાયસી અપડેટના મેસેજ કરી પૈસા પડાવતા હતા.આ નંબરથી ભવિષ્યમાં બીજા લોકો છેતરપીંડીનો ભોગ ન બને માટે આવા મોબાઇલ નંબર બંધ કરાવવા ભારત સરકારના ટેલીકોમ વિભાગને જાણ કરી 51 જેટલા ફ્રોડ મોબાઇલ નંબરને કાયમ માટે બંધ કરાવી દીધા હતાં