પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ ગઢડા ખાતે પાણી પુરવઠાના મુખ્ય સંપની મુલાકાત લીધી


પીવાના પાણીની મુશ્કેલી ન સર્જાય તે માટેની તકેદારી રાખવા અનુરોધ
માહિતી બ્યુરો, બોટાદઃ-
આજ રોજ પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ ગઢડા ખાતે આવેલ પાણી પુરવઠાના મુખ્ય સંપની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત સમયે પદાધિકારીઓ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે ગઢડા તાલુકાની પીવાના પાણીની પરિસ્થિતિ અંગે યોજવામાં આવેલ સમીક્ષા બેઠકમાં પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ ઉનાળામાં પીવાના પાણીની મુશ્કેલી ન સર્જાય તે રીતે પાણીના વિતરણની વ્યવસ્થા ગોઠવવા અધિકારીઓને તકેદારી રાખવા ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે પીવાના પાણીની પરિસ્થિતિની જાણકારી મેળવી પાણીના પ્રશ્નોના નિરાકરણ માટે વિભાગના જે તે અધિકારીઓને સુચના આપી હતી. આ ઉપરાંત જે વિસ્તારમાં ઓછા પ્રેસરથી પાણી મળતું હોય તેવા વિસ્તારોમાં પુરતા દબાણથી પાણીનું વિતરણ થાય તેવું આયોજન હાથ ધરવા પણ જણાવ્યું હતું.
આ પ્રસંગે ગઢડા નગરપાલિકાના પ્રમુખશ્રી પૃથ્વીરાજભાઇ ખાચર, નગરપાલિકાના સદસ્યશ્રીઓ, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતાં.
રિપોર્ટર. ઉમેશ ગોરાહવા
બોટાદ, બરવાળા