સર્ગભા આદિવાસી મહીલાની મદદ કરતી ધંધુકા પોલીસ


ગઇ રાત્રીના બરવાળા-ધંધુકા રોડ ઉપર આવેલ RMS હોસ્પિટલ ચેકપોસ્ટ ઉપર ધંધુકા પોલીસ સ્ટેશનની ટીમ નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ ના લોકડાઉન બંદોબસ્ત અન્વયે વાહન ચેંકીગની કામગીરી કરી રહી હતી તે દરમ્યાન ગારીયાધાર થી અલીરાજપુત (મધ્યપ્રદેશ) જીલ્લામાં મજુરોને મુકવા માટે મંજૂરી મારફતે જઇ રહેલ ખાનગી બસમાં મજુરોના ચેકીંગ દરમ્યાન ફરજ પરના કોન્સ્ટેબલ કુલદિપસિંહ દિલીપસિંહ ડાભી નાઓને જણાય આવેલ કે બસમાં રહેલ મજુરોમાં એક મહિલા ગર્ભવતી હોય અને તેમને લેબર પેઇન થતુ હોય જેથી તુરંતજ આ ગર્ભવતી મહિલા જમનાબેન નાનકાભાઇ ધુંધારા ઉ.વ..૨૫ વાળાના પરીવાર જનોને સમજાવી પરીસ્થિતિ જોતા વધુ આગળ મુસાફરી નહિ કરવા જણાવેલ અને તેઓને હાલ ધંધુકા RMS હોસ્પિટલમાં દાખલ કરી તેમને વતન જવા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવશે તેવી ખાતરી કરાવી ધંધુકા RMS હોસ્પિટલમાં જમનાબેન ને દાખલ કરવામાં આવેલ જ્યાં તેઓને તા.૧૪/૦૫/૨૦૨૦ ના રાત્રીના ક-૦૨/૦૦ વાગ્યે પુત્રી રત્નનો જન્મ થયેલ અને મા-દીકરીની તબિયત એકદમ તંદુરસ્ત હોય આજરોજ RMS હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામા આવેલ છે.
ત્યારબાદ ધંધુકા પોલીસ સ્ટેશન ના પી.આઇ.શ્રી.વાય.બી.ગોહિલ સાહેબ તથા પી.એસ.આઇ.શ્રી બી.બી.કરપડા સાહેબ તથા ધંધુકા સ્ટાફના માણસો તથા RMS હોસ્પિટલ મેડીકલ સ્ટાફ તથા ખિલખિલાટ મોબાઇલના હરદિપસિંહ મોરી બધાયે તમામ ઉપરોક્ત આદિવાસી પરીવારની જરૂરી તમામ મેડીકલ સગવડતા પુરી પાડેલ.
ધંધુકા પોલીસ સ્ટેશન દ્રારા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ને જાણ કરી આપતા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી આર.વી.અસારી સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારની ખિલખિલાટ મોબાઇલના અમદાવાદના અધિકારીશ્રીઓ સાથે વાત કરી ઉપરોક્ત પરીવારની તેની તાજી જન્મેલ પુત્રી સાથે ગુજરાત રાજ્યની છોટાઉદેપુર બોર્ડર સુધીની મુકવા જવા માટે વ્યવસ્થા કરેલ મામલતદાર સાહેબ ધંધુકા દ્વારા તુરતજ પાસ ની વ્યવસ્થા કરેલ અને પોલીસ અધિક્ષક શ્રી અસારી સાહેબના પ્રયત્નથી છોટાઉદેપુર જીલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ને જાણકારી આપી ઉપરોક્ત મજૂર આદિવાસી પરીવારને તેમના વતન પહોચાડવા માટેની વ્યવ્સ્થા કરવામાં આવેલ છે અને ધંધુકા પોલીસ સ્ટેશનના સ્ટાફ વતી પ્રસુતા જમનાબેન નાનકાભાઇ ધુંધારા મધ્યપ્રદેશ વાળાને પોષણ આહાર મળી રહે તે માટે ગાયનુ ઘી તથા શીરો બનાવરાવી સાથે આપેલ છે.તેમજ તેમની જન્મેલ પુત્રીને કપડા,રમકડા તેમજ જરૂરી દવાઓ ભેટ સ્વરૂપે આપી અત્રેથી હર્ષભેર તેમના વતન જવા વિદાય આપેલ છે.
આ સમગ્ર કાર્યવાહીમાં RMS હોસ્પિટલનો સ્ટાફ,ખિલખિલાટ મોબાઇલ સ્ટાફ તથા ધંધુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ હાજર રહેલ હતો.