પાણીની ભારે તંગી વચ્ચે ભુજ પાલિકાએ ટેન્કર નોંધણી કરી બંધ

રમઝાન માસમાં લોકો મુકાયા હાલાકીમાં, ખાનગી ટેન્કરોના હવાલે લોકોટેન્કરોની ઓછી સંખ્યા વચ્ચે માંગ વધી જતાં નોંધ સ્થગિત કરતા લોકો પરેશાન

ભુજમાં પાણીની સિૃથતી દિવસા દિવસ વધુ બદતર બની રહી છે. ધારાસભ્ય દ્વારા છેલ્લા બે ટર્માથી માત્ર અવનવી જાહેરાતો જ કરાઈ છે કોઈ ઉકેલ લાવવા પ્રયાસ ન કરાતા આ ઉનાળો કોરોના મહામારી વચ્ચે વધુ આકરો બન્યો છે. પરિસૃથતી એટલી કપરી બની છે કે, ટેન્કરની માંગ વાધી જતાં પાલિકાને નોંધણી હાલ પુરતી બંધ કરવાની ફરજ બની છે. હાલે કોરોના મહામારીમાં લોકોને થોડા થોડા સમયે હાથ ધોવાની, સ્વચ્છતા જાળવવાની સલાહ અપાઈ રહી છે બીજીતરફ ભુજમાં પીવાના પાણીના જ ધાંધીયા છે. પાણીના મેનેજમેન્ટ મુદે છેલ્લા કેટલાય વર્ષોથી સત્તાપક્ષ સતત નિષ્ફળ નીવડયો છે. બોર બનાવવાથી લઈને સમારકામના નામે કરોડો રૃપિયા ખર્ચાઈ ચુક્યા છે આમછતાં શહેરની સમસ્યા હલ નાથી થઈ. નવાઈ વચ્ચે ભુજની દૈનિક જરૃરીયાત ૩૦ એમએલડી છે તેની સામે ભુજને ૪૦ એમએલડી વધુ પાણી મળી રહ્યું છે આમછતાં છેલ્લા કેટલાય વર્ષોથી ન માત્ર ઉનાળો આખુ વર્ષે અછતનો સામનો લોકો કરે છે. ગેરકાયદે કનેકશન અને પાણી ચોરીના કારણે લાખો લીટર પાણી લોકો સુાધી પહોંચતું નાથી. જેના કારણે આ ઉનાળામાં પણ લોકોને ટેન્કર પર નિર્ભર રહેવું પડી રહ્યું છે. શરમજનક બાબત એ છે કે ટેન્કરાથી પાણી પહોંચડવામાં પણ સુાધરાઈ હવે નિષ્ફળ નીવડી છે. ટેન્કરો કોઈ ભાડે આપવા તૈયાર ન હોવાથી હાલે ભુજમાં લોકોને નોંધણી બાદ ૧૦ થી ૧૨ દિવસે પાણી અપાય છે. આમછતાં લોકો રૃ.૧૦૦ મળતા ટેન્કરની લ્હાયમાં રોજ નોંધણી કરાવી રહ્યા છે. જેના કારણે હાલે પાલિકામાં ટેન્કર નોંધણીની સંખ્યા ૭૦૦ પાર કરી જતાં હાલે નગર સેવા સદને નોંધણી જ બંધ કરી દેતા લોકો કફોડી સિૃથતીમાં મુકાયા છે. ભુજમાં ૭ થી ૮ દિવસે પાણી વિતરણ થતું હોવાથી પાણીની જરૃરીયાત વાધતા ટેન્કર મંગાવાતા હતા પરંતુ હવે તે પણ પાલિકા આપી રહી ન હોવાથી લોકોને ફરજિયાત રૃ.૩૦૦ થી ૫૦૦ ખર્ચીને ખાનગી ટેન્કર મંગાવવાની ફરજ પડી રહી છે. આમ, કોરોના મહામારીમાં ધંધા રોજગાર બંધ થતા પહેલાથી આિાર્થક સમસ્યાનો સામનો કરી રહેલા લોકો વધુ ખાડામાં ખુંપી રહ્યા છે. લોકોએ ધારાસભ્ય અને નગરપતિ પર રોષ વ્યકત કરતા તાત્કાલિક અસરાથી નવા ટેન્કરો લઈને ડીલીવરી વાધારાય તેવી માંગ કરી છે નહીં તો પાલિકામાં આ મુદે ઉગ્ર રજુઆત કરાશે તેવી ચીમકી અપાઈ છે.ઉલ્લેખનીય છે કે, હાલે રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે લોકોનું ખાનગી ટેન્કરોથી પાણી મંગાવવા જતાં બજેટ બગડી રહ્યું છે.