ગાંધીધામથી બિહાર ચાલતા નીકળેલા બે શ્રમિકોને ચોરોએ લૂંટી લીધા

,
લાખોંદ: મજૂરોની મજબૂરી એવી છે કે હૃદય કંપી ઉઠે છે. લોકડાઉન વચ્ચે કર્મભૂમિ છોડી 2012 કિલોમીટરનો પ્રવાસ પગે ખેડવા ગાંધીધામથી બે મજૂરો નીકળી પડ્યા હતા પણ રસ્તામાં ચોરોએ આ શ્રમિકોને બેરહેમીથી લૂંટી લીધા હતા. ખિસ્સામાં 1500 રૂપિયા અને થેલામાં ચાર જોડી કપડાં લઈને નીકળેલા બંને શ્રમિકો સાંતલપુર નજીક લૂંટાઈ અને વિવશ થઇ ગયા. કચ્છ પરત ફર્યા અને આજે તેઓ બિહારની શ્રમિક ટ્રેનમાં ઘરે જશે.1 મેના રોજ ગાંધીધામથી ચાલતા બિહાર જવા નીકળ્યા હતાગાંધીધામમાં કડિયાકામની મજૂરી કરતા બિહારના કટિહાર જિલ્લાના અયોધ્યાગંજના બે મજૂરો ઉપેન્દ્ર કુમાર ચૌધરી અને સદાનંદ કુમાર સિંહ 1 મેના ગાંધીધામથી પગે નીકળ્યા બાદ સામખિયાળીથી આ મજૂરો રસ્તો ભૂલ્યા હતા અને રાધનપુર બાજુ નીકળી ગયા હતા. દર્દભરી બાબત એ હતી કે,રાતના અંધારાનો લાભ લઈને સાંતલપુર પાસે બે બાઈકચાલકોએ આ બંને મજૂરો પાસે રહેલ તેમનું પૂરી ધનદોલત એવા 1500 રૂપિયા, 4 જોડી કપડાંની લૂંટ ચલાવી લીધી હતી અને મારકૂટ કરી હતી.શ્રમિકો ખાલી હાથે ભૂખ્યા તરસ્યા રસ્તે આગળ વધ્યા હતાબંને શ્રમિકો ખાલી હાથે અને ભીના સપનાએ ભૂખ્યા તરસ્યા રસ્તે આગળ વધ્યા અને રાધનપુર ટોલનાકા પાસે પહોંચ્યા.આ જગ્યાએ કોઈ સેવાભાવી વ્યક્તિએ આ શ્રમિકોને ચાર દિવસ જમાડ્યા,બે જોડી કપડાં લઈ આપ્યા.આ બાબતની પ્રદેશ કોંગ્રેસ મંત્રી ભચાભાઈ આહિર અને જિલ્લા પંચાયત સદસ્ય પુરણસિંહ વાઘેલાને માહિતી મળી તેઓએ તપાસ કરી કે, અહીંથી કોઈ બિહાર ટ્રેન નથી પણ, કરછથી બિહાર ટ્રેન જવાની છે.શ્રમિકોને 1600 રૂપિયાની ટિકિટ અને 1000 રૂપિયા ખર્ચ માટે પણ આપ્યાઆ મુદ્દે તેમણે ભીમાસર ગામના હરેશ હુંબલનો સંપર્ક કરતા આ બંને શ્રમિકોને ટ્રક મારફતે ભીમાસર પહોંચાડ્યા હતા. 10 મેના આ મજબૂર શ્રમિકો પરત કચ્છમાં ભીમાસર આવી ગયેલ પરંતુ ટ્રેન કેન્સલ થયેલ હતી. સાત દિવસ સુધી બન્નેને હરેશભાઈએ હોટલ ઉપર જ રહેવાની અને જમવાની વ્યવસ્થા કરી આપી અને રવિવારે અંજારથી બિહાર જઈ રહેલી ટ્રેનમાં સ્વખર્ચે 1600 રૂપિયાની ટિકિટની વ્યવસ્થા પણ કરી આપેલ અને 1000 રૂપિયા ખર્ચ માટે પણ આપ્યા હતા.