ભુજ.કચ્છ જિલ્લાની તમામ સબરજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની અને શોધ નકલ અરજીની કામગીરી ઓનલાઇન ચાલુ કરવામાં આવી છે. જે માટે ઓનલાઇન ટોકન લેવું અને પુરેપુરી નોંધણી ફી ઈ-પેમેન્ટથી ભરીને જ દસ્તાવેજ સાથે ઓનલાઇન ભરી તેના ચલણની 2 પ્રિન્ટ અને અરજી રજુ કરવાની રહેશે. જે માટે વેબસાઇટ egarvi.gujarat.gov.inમાં જરૂરી સુવિધા ઉપલબ્ધ છે. જેની જાહેર જનતાએ નોંધ લેવા નોંધણી નિરીક્ષક, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે. દસ્તાવેજની નોંધણી કરાવવાને નકલ શોધ સિવાય હાલે કોઇએ આવવું નહીં.