લ્યો બોલો, સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ ?

અંજાર તાલુકાના વાડા લોહારિયા રોડ પર આવેલી વાડીમાં ત્રાટકેલી સાયબર ક્રાઇમની ટીમે ધાણી પાસાનો જુગાર રમતા 16 જુગારીઓને પોલીસે રૂ.1 લાખ રોકડ, 1.22 લાખની કિંમતના 17 મોબાઇલ, 5.10 લાખની કિંમતના 7 વાહનો સહિત કુલ રૂ.7.33 લાખના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા. જો કે ચાર આરોપીઓ દરોડા દરમિયાન ફરાર થઇ ગયા હતા. આ બાબતે સરહદી વિભાગ ભુજ સાયબર ક્રાઇમના પીઆઇ ભાવિન સુથારે વિગતો આપતાં જણાવ્યું હતું કે પીઆઇ વી.એસ.પટેલ સહિતની ટીમ પેટ્રોલિંગ દરમીયાન બાતમીના આધારે અંજારના વાડા અને લોહારિયા વચ્ચે આવેલી વાડીમાં દરોડો પાડી ત્યાં ઓરડીમાં ધાણીપાસાનો જુગાર રમી રહેલા 16 ખેલીઓને રૂ.1,00,530 રોકડ, રૂ.1,22,500 ની કિંમતના 17 મોબાઇલ અને રૂ.5,10,000 ની કિંમતના 7 વાહનો સહિત કુલ રૂ. 7,33,030 ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા જેમાં દરોડા દરમિયાન ચાર આરોપીઓ નાશી ગયા હતા. સાયબર ક્રાઇમે 20 જણા વિરૂધ્ધ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી વધુ તપાસ સોંપી હતી.  
તો વાડી માલિકે જુગાર રમાડવા વાડી ભાડે આપી હતી
મોટી ખેડોઇના વાડી માલિક સત્યપાલસિંહ મનુભા જાડેજાએ જુગાર રમાડવા માટે તેની વાડી અંજારના આશિષ ઊર્ફે આશિયો ભગવાનજી ઠક્કર નામના શખ્સને ભાડે આપી હતી. આશિષ બહારથી ખેલીઓ બોલાવી નાલ ઉઘરાવી વાડીની ઓરડીની ઓસરીમાં ધાણીપાસાનો જુગાર રમાડતો હતો. સાયબર ક્રાઇમની ટીમે પાડેલા દરોડામાં વાડી ભાડે રાખી નાલ ઉઘરાવનાર આશીષ ઉર્ફે આશિયો ફરાર થઇ 
ગયો હતો. 
આ છે પકડાયેલા આરોપીઓ 
> મનીષ હરજીભાઈ આહીર (વાઘમશી),ઉ.વ.25,રહે.પ્રભાતનગર, અંજાર
> હરદિપ બિપીનચંદ્ર પરીખ, ઉ.વ.25, રહે. નવા ચકલા, અંજાર
> દિપક અમૃતલાલ સોની, ઉ.વ.50, રહે. નવા ચકલા, અંજાર
> હરેશ કનૈયાલાલ ઉતવાણી, ઉ.વ.43, રહે. સિંધુવર્ષા, આદિપુર
> અનિલ આસનદાસ ચંદનાની, ઉ.વ.36, રહે. દુબઈ સિંધુનગર, આદિપુર
> હરિલાલ રામજી આહીર,ઉ.વ.79, રહે.નવી સોસાયટી, શિણાય
> વત્સલ દિલીપભાઈ ઠક્કર, ઉ.વ.30, રહે. વોરાસર સોસાયટી, અંજાર
> પાર્થ અશોકભાઈ ઠક્કર, ઉ.વ.25, રહે. વિજયનગર, અંજાર
> જયેન્દ્ર પ્રાગજી શાહ, ઉ.વ.52, રહે. ચંપકનગર, અંજાર
> મયૂર દિલીપભાઈ સોની, ઉ.વ.24, રહે. યમુનાપાર્ક, અંજાર
> કેવિન વિજયભાઈ સોમૈયા, ઉ.વ.24, રહે. યમુનાપાર્ક, અંજાર
> સમીર પ્રકાશભાઈ ગોસ્વામી,ઉ.વ.25,રહે.વિનય સિનેમા સામે,  આદિપુર
> પંકજ ઊર્ફે બબુ અરજણદાસ સિંધી, ઉ.વ.30, રહે. સિંધુવર્ષા, આદિપુર
> પ્રકાશ ઊર્ફે લાલો રસિક સોરઠીયા, ઉ.વ.27, રહે. વૉર્ડ-2-બી, આદિપુર
> પારસ મણિલાલ સોની, ઉ.વ.30, રહે. રામનગર, અંજાર
> સત્યપાલસિંહ મનુભા જાડેજા, ઉ.વ.50, રહે. ખેડોઈ મોટી, અંજાર
દરોડા દરમિયાન ફરાર આરોપીઓ
>  આશિષ ભગવાનજી ઠક્કર, રહે. મચ્છીપીઠ, અંજાર
>  હાજી ભટ્ટી, રહે. ગોલ્ડનસીટી, આદિપુર
>  પિન્ટુ ચમનગીરી ગોસ્વામી, રહે. વાગડીયા ચોક, અંજાર
>  શેરી સિંધી, રહે. લચ્છવાણી ધર્મશાળા સામે, આદિપુર