કોરોનાના મહાસ્ફોટ સામે કચ્છનું તંત્ર હરકતમાં : કચ્છીમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાશે મહત્વપૂર્ણ બેઠક

ગુજરાત સરકાર દ્વારા જનજીવન સામાન્ય બને અને સોશ્યલ ડીસ્ટનીશંગ સાથે લોકડાઉનની અમલવારી થતી રહે તે દીશામાં રાહતો આપવામાં આવી રહી છે પરંતુ કચ્છમાં આ રાહત જાણે કે મોંઘી પડી હોય તેમ અહી એક જ દિવસમાં કોરોનાના સાગમટે ૧૪ કેસોનો મહાસ્ફોટ થવા પામી ગયો હતો અને તે બાદમાં બીજા દીવસે વધુ ત્રણ કેસો નોધાઈ જવા પામી ગયા હતા. દરમ્યાન જ કચ્છમાં કેસોનો આંક કેમ વધી રહ્યો છે તે બાબતે આખાય જિલ્લા પ્રસાસનની સાથે આવતીકાલે મહત્વપૂર્ણ રીવ્યુ બેઠક યોજાઈ રહી હોવાન અહેવાલો પ્રાપ્ત થવા પામી રહયા છે.
આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર આવતીકાલે બપોરે એક કલાકે ભુજ ખાતે કચ્છી રાજયમંત્રી વાણસભાઈ આહિરના અધ્યક્ષસ્થાને કચ્છમાં કોરોનાના કેસો વધવા પાછળનુ કારણ શુ? કેવા પગલા લેવાય છે અને શું ખુટી રહ્યુ છે તે અંગે જરૂરી પરામર્શ આખાય જિલ્લાના પ્રસાસનના તમામ અધિકારીઓને હાજર રાખી અને મળવા પામી રહી છે. આ બેઠકમાં કચ્છ કલેકટર પ્રવીણા ડી.કે., કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રી સુભાષ ત્રિવેદી, જિલ્લા વિકાસ અધીકારી પ્રભવ જોશી, કચ્છ મોરબી મતવિસ્તારના સાંસદ વિનોદભાઈ ચાવડા, તમામ ધારાસભ્યશ્રીઓ, સીડીએચઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ, અને આરાગ્ય વિભાગના અધિકારીઓ સહિતનાઓને હાજર રહેવાનુ ફરમાન અપાઈ ગયુ હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. કેસો વધવા સબબના બાબતે ૫રામર્શ થશે. ઉપરાંત કઈ રીતે તેને વકરતા અટકાવી શકાય તે દીશામાં પણ જરૂરી રણનીતી ઘડવામાંઆવી શકે છે અને આ બાબતે સરકારશ્રીનું માર્ગદર્શન મેળવીને આગળના પગલા કચ્છ માટે નિર્ધારીત કરાય તેમ જાણવા મળી રહ્યુ છે.