કોરોના વૈશ્વિક મહમારીની આડમાં જખૌ માં બેફામ થતી ખનીજ ચોરી

જખૌ ની ખાનગી કંપની અર્ચન ના ભારત સોલ્ટ પ્લાન્ટ દ્વારા આજ રોજ તા :- 22/05/2020 ના રોજ બેફામ ખુલ્લેઆમ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. પાંચ છ દિવસ અગાઉ પણ અર્ચન કંપનીના જખૌ સોલ્ટ પ્લાન્ટ ની બાજુમાં તળાવ માંથી ખનીજ ચોરી કરવામાં આવી રહી હતી. જખૌ ના જાગૃત નાગરિકોના વિરુદ્ધ ના કારણે તે કામ બંધ કરવામાં આવ્યો પણ કોઈ કાયદાકીય કરવામાં આવી નહિ. કંપની પર કાયદાકીય કાર્યવાહી ન કરવામાં આવતી હોવાથી જ કંપની દ્વારા આજ રોજ ફરીથી કોઈ પણ તાંત્રિક મંજૂરી મેળવ્યા વગર ખનીજ કરવામાં આવી.

અર્ચન કંપની ના ભારત સોલ્ટ પ્લાન્ટ ને જ્યારે આદરણીય શ્રી કરછ કલેકટર સાહેબ શ્રી દ્વારા નમક માટે જમીન ફાળવવામાં આવી ત્યારે તેમાં અમુક શરતો સાથે જામીન ફાળવવામાં આવી હતી. શરતો માં ચોખ્ખો ઉલ્લેખ કરેલ છે કે નમક પકવવા માટે જમીન ની મંજૂરી આપવામાં આવે છે, જે જમીન પર નમક પકવવામાં આવતો નહિ હોય તે જમીન સીધો સરકાર દાખલ થઈ જશે. અર્ચન કંપની દ્વારા નમક પકવવા માટે સરકાર પાસેથી જમીન ની માંગણી કરેલ છે તેમાંથી અમુક જમીન માં નમક પકવવામાં આવતી નથી. ખુલી પડી છે, ખુલી પડેલી જમીન માંથી માટી ઉપાડીને ભારત સોલ્ટ કંપનીના પારાઓમાં નાખવામાં આવી રહી છે. ખુલ્લેઆમ ધોરા દિવસે ખનીજ ચોરી કરવામાં આવી રહી છે.

તેમજ પાંચ છ દિવસ અગાઉ પણ અર્ચન કંપનીના જખૌ સોલ્ટ પ્લાન્ટ ના પારાઓ માટે માટી જખૌ સિમતળ ના તળાવ માંથી ઉપાડીને નાખવામાં આવી હતી. ગામના જાગૃત નાગરિકો દ્વારા વિરુદ્ધ કરવામાં આવ્યો ત્યારે એક લેટર મંજૂરી વાળો લેટર બતાવવામાં આવેલ. જ્યારે તે લેટર વાંચવામાં આવ્યો તો તે લેટર માં સાફ સાફ લખેલો હતો કે ખોદકામ માં જે માટી નીકળે તેનું વ્યવસાયિક ઉપયોગ કરવો નહીં. જો વ્યાવસાયિક ઉપયોગ કરવામાં આવશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહિ.

ભૂતકાળ માં પણ અર્ચન કંપની પ્લાન્ટ જખૌ સોલ્ટ અને ભારત સોલ્ટ માટે જખૌ ના સિમતળ માંથી માટી ઉપાડીને પારાઓ તેમજ રસ્તાઓમાં નાખવામાં આવી ચૂકી છે. જેના કારણે જખૌ વિસ્તાર ના સિમતળ માં ખુબ ઊંડા ખાડાઓ થયી ગયા છે. અને જમીન ને પણ ખૂબ મોટા પ્રમાણ માં નુકશાન પણ થઈ ચૂક્યો છે.
