જામનગરમાં એકસ આર્મીમેન ને સરકારમાંથી જમીન અપાવી દેવાના નામે છેતરપીંડી કરાઇ

જામનગરના ગોકુલનગરમાં રહેતા એકસ આર્મીમેન ભરત લીરાભાઇ ડાભી મિલ્ટ્રીમાંથી નિવૃત થતા તેમને વકીલાત તરીકે પ્રેકટીસ કરતા ભરતભાઇને પોતાની જિલ્લા કલેકટર ઓફીસરમાં તથા મહેસુલ શાખામાં ખુબ જ મોટી ઓળખાણ છે અને જામનગર શહેરમાં આવેલ સરકારી ખરાબાની જમીન દેખાડેલ અને આ જમીન નવનાલા તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલ છે. આ જમીન તેમના નામે કરવા માટે  વીસ લાખ ખર્ચ જણાવેલ અને ત્યારબાદ કટકે કટકે  11,65,000 પુરા મેળવી લીધેલ અને કોઇપણ કાર્યવાહી કરેલ નહીં આથી ફરીયાદીએ કલેકટર ઓફીસર તથા લગત જમીન અંગેની શાખામાં તેમની જમીન કે જમીન માટેની તપાસ કરતા ઉપરોકત બંને ઇસમોએ કોઇપણ કાર્યવાહી કરેલ નહીં. જેથી ફરીયાદી ભરતભાઇએ આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ મુજબની ફરીયાદ નોંધવા જિલ્લા પોલીસવડા સમક્ષ રજુઆત કરેલ છે.