ફર્નિચરના ગોડાઉનમાંથી 40 હજારના દારૂ સાથે બુટલેગર સહિત બે પકડાયા

પ્રાપ્ત વિગતો મુજબ ભુજના ન્યુ સ્ટેશન રોડ પર જશરાજ ફર્નિચરની દુકાનના ગોડાઉનમાં સવારે સાડા સાત વાગ્યાના અરસામાં એલસીબીએ દરોડો પાડ્યો હતો. આરોપી બુટલેગર નયન ઘનશ્યામભાઈ મહેતા (ઉ.વ.27) રહે. રાતરાણી, બિના હાઉસ, ન્યુ સ્ટેશન રોડ, ભુજ તેમજ આશિષ જયંતીલાલ ઠક્કર (ઉ.વ.40) રહે રાતરાણી, પંચહટડી ન્યુ સ્ટેશન રોડને પોલીસે રૂપિયા 40 હજારની કિંમતની ભારતીય બનાવટનો વિદેશી શરાબ 115 બોટલ સાથે ઝડપી પાડ્યા હતા. બુટલેગર નયન મહેતાએ મિત્ર આશિષ પાસેથી મંગાવી પોતાની દુકાનના ગોડાઉનમાં વેંચાણ અર્થે રાખ્યો હતો. પકડાયેલા આરોપીઓની પુછતાછમાં અન્ય રીઢો બુટલેગર હાર્દિક ઉમેશગર ગોસ્વામી (રહે. લોહાર ચોક ભુજ) તેમજ સચિન પંડ્યા (રહે. અંજાર)વાળાના નામ ખુલતાં ચારેય શખ્સો સામે એલસીબીએ ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો. આ કાર્યવાહીમાં એલસીબી પીઆઈ એન.આર.ગોંડલિયા, પીએસઆઈ એસ.જે.રાણા સહિતનો એલસીબી સ્ટાફ જોડાયો હતો.