ભુજથી કોડકી જતા માર્ગ પર કોડકી નજીક આવેલા પુલ ઉપર ભેંસ આડી આવતાં બાઇક પર જઇ રહેલા માતા-પુત્ર બાઇક સ્લીપ થતાં માતાને ગંભીર ઇજાઓ પહોંચતાં ભુજ જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ બાબતે ભુજ જનરલ હોસ્પિટલના તબીબ ડો.પી.જે.મહેતાએ આપેલી વિગતો મુજબ, ભુજના ગણેશનગરમાં રહેતા લખમીરભાઇ કરણાભાઇ રબારી પોતાની માતા લાછુબેન કરણાભાઇ રબારીને લઇ બાઇક પર કોડકી તરફથી આવી રહ્યા હતા તે દરમિયાન કોડકી પુલ પર ભેંસ આડી આવતાં લખમીરભાઇએ જોરદાર બ્રેક મારી હતી જેમાં પાછળ બેઠેલા લાછુબેન રોડ ઉપર પટકાયા હતા જેમને માથા અને હાથમાં ગંભીર ઇજા પહોંચી હતી. હાલ તેમની સારવાર ચાલુમાં હોવાનું તેમણે જણાવ્યું હતું.